• શનિવાર, 28 નવેમ્બર, 2026

વાગડમાં મજબૂત નેતૃત્વ માટે સામાજિક એકતા વધારવી જરૂરી

રાપર, તા.27 : આપણી એકતા અને સામાજિક ભાવના વાગડને આગળ લઈ જશે એવી લાગણી રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભીમાસર (ભુ.) ખાતે આયોજિત નવા વર્ષનાં સ્નેહમિલન અને રાજ્યસભાના સાંસદના સન્માન સમારોહ દરમ્યાન વ્યક્ત કરાઈ હતી.રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અભિનંદન સમારોહ અને સ્નેહમિલનમાં સંબોધન આપતા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ઈતિહાસ ગાય અને ધર્મની રક્ષા કાજે આ સમાજનાં બલિદાનોનો સાક્ષી છે.વાગડનું કોઈ ગામ એવું નહીં હોય કે, જ્યાં રાજપૂત અને દરબારોનાં પાળિયા ભેગા ન હોય.ક્ષત્રિય તરીકે આવતા દરેક સમાજે એક મંચ પર આવવું જ પડશે, સાથે હોઈશું તો ભવિષ્યમાં પરિણામો સારાં હશે, કોઈથી કોમવાદ નહીં, પણ રાષ્ટ્રવાદ પહેલો હશે, ગાય, ધર્મ અને બહેન-દીકરીની રક્ષા માટેનો ભાવ હશે, મજબૂત નેતૃત્વ માટે સામાજિક એકતા વધારવી પડશે, દરબાર અને રાજપૂત સમાજને  હંસની બે પાંખ ગણાવી સન્માનિત બંને મહાનુભાવને અભિનંદન આપ્યાં હતાં.ભીમાસરમાં લગ્નવાડી ખાતે આયોજિત સમારોહનું સંતો, મહંતો, મહેમાનો અને સામાજિક આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા ઉદ્દઘાટન કરાયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.વાગડ રાજપૂત સમાજના દેવાભાઈ ડોડિયાએ સ્થાનિક સમાજનો સંક્ષિપ્ત પરિચય આપી અલગ અલગ ફિરકાઓમાં વિભાજિત રાજપૂત સમાજ એક થવા જઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.ઉપસ્થિત તાલુકાના તમામ 0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri; mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri">24 ગામના આગેવાનો અને સમાજના તમામ હોદ્દેદારોએ સાથે મળીને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનું કચ્છી પાઘ, હાર, શાલ, તલવાર અને મોમેન્ટોથી અભિવાદન કર્યું હતું.સન્માનિત બંને મહાનુભવે મોમાઈમોરાધામના શુભમગિરિજીનાં આશિર્વાદ લીધા હતા.સન્માનના પ્રત્યુતરમાં માનસિંહ પરમારે વાગડના રાજપૂત સમાજનો આભાર વ્યક્ત કરી પોતાને એક નાના સમાજમાંથી આવતા હોવા છતાં બૂથ પ્રમુખથી સંગઠન અને સરકારમાં વિવિધ જવાબદારીઓ આપી છેક રાજ્યસભાના સાંસદ બનવા સુધીની સફર વર્ણવી હતી.એક નાનકડા સમાજમાંથી આવતા હોવા છતાં રાજ્યસભામાં નોમિનેટ કરવા બદલ ભાજપના વરિષ્ઠ નેતાઓનો આભાર માની નિષ્ઠાપૂર્વક કામ કરનારા નાના કાર્યકર્તાને પણ મોટી જવાબદારી ભાજપમાં જ મળતી હોવાનું જણાવ્યું હતું.ભુતકાળમાં કોંગ્રેસ સરકારમાં ગાંધીનગરથી રાજકોટ ટ્રેનમાં પાણી આવતું હોવાનું જણાવી ભૂકંપ બાદ મોદી સરકારે કચ્છની કરેલી કાયાપલટ, કેનાલ, ઉદ્યોગ, પ્રવાસન દ્વારા કચ્છનાં નવસર્જનનો ચિતાર આપી દેશમાં રોલમોડેલ તરીકે ગુજરાત વિકસ્યું હોવાનું જણાવ્યું હતું.ભુતકાળમાં ગેંગસ્ટરોનાં નામે શહેરો ઓળખાતાં, કાયદો વ્યવસ્થા શૂન્ય હતી.આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સારી  હોવાનું કહ્યું હતું.રાપરના ધારાસભ્યની  સતત મહેનત અને લગનથી વાગડના કરેલા વિકાસની સરાહના કરતાં ગીર સોમનાથથી છેક ભીમાસર (ભુ.) સુધી આવતા રોડ કનેક્ટિવિટી તૂટી ન હોવાનું જણાવી જરૂર પડે ત્યાં મદદરૂપ બનવા ખાતરી આપી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય જયદીપસિંહ જાડેજા, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, પૂર્વ ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, રાજભાઈ બારી, વેલજીભાઈ જોગુ, દિનેશભાઈ રાઠોડ, વશરામભાઈ સોલંકી, રતનભાઇ ગોહિલ, પ્રભુભાઈ ચાવડા, વણવીરભાઈ સોલંકી, વેલજીભાઈ સોલંકી, ભરતભાઈ સોલંકી, ભીખુભાઈ સોલંકી, ભવનભાઈ વાઘાણી, દેવરાજભાઈ વાઘાણી, રામાભાઇ ચૌહાણ, ભીમજીભાઈ ગોહિલ, લખમણભાઇ મકવાણા, વેલજીભાઈ સિંધવ, નરેન્દ્ર મુરાણી, મોહનભાઈ બારડ, રામભાઈ પરમાર, બહાદુરભાઇ પરમાર, દિલીપભાઈ જાદવ, વેલજીભાઈ સેલોત, ભગુભાઈ ખોડ, સામતભાઈ રાજપૂત, કુંભાભાઈ સેલોત, મનસુખભાઈ મકવાણા, ભરતભાઈ પરમાર, વિશાલભાઈ મકવાણા, ખાનાભાઈ મકવાણા, વેલજીભાઈ મકવાણા, સુજાભાઈ બારડ, રામજીભાઈ ભોપા, ભીમજીભાઇ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર, મહાદેવભાઇ જોગું, મહાવીરભાઈ જોગુ, નરેન્દ્રભાઈ ખોડ, પરબતભાઇ સેલોત સહિત વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજના ચોવીસ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ રામજીભાઈ સુરાભાઈ સોલંકીએ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang