• શનિવાર, 28 નવેમ્બર, 2026

મિલકત સંલગ્ન કેસમાં એક વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા.27 : પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસના વિશેષ અભિયાન `િમશન ફ્યુજિટિવ' અંતર્ગત અંજાર પોલીસે છેલ્લા એક વર્ષથી મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપી જગા પચાણ રબારી (રહે.વરસામેડી, તા.અંજાર) ને ઝડપી પાડ્યો હતો.ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે વરસામેડી વિસ્તારમાંથી તેને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અગાઉ પણ તેની સામે જમીન પચાવી પાડવા સહિતની કલમો તળે વિવિધ છ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang