• શનિવાર, 28 નવેમ્બર, 2026

અમદાવાદના પોલીસ અધિકારીએ સીમાવર્તી ગામડાઓની મુલાકાત લીધી

ભુજ, તા.27 : આ તાલુકાના સરહદી ગામડાઓની મુલાકાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ લઈ રહ્યા છે ત્યારે એન્ટીકરપ્શન બ્યુરો અમદાવાદના  પી.આઈ.માલે સુમરાપોર ગામે ખાટલા બેઠક યોજી સરહદના ગામડાઓની રહેણી-કહેણી અને સમસ્યાઓ જાણી હતી.ગ્રામજનો સાથે પરિસંવાદમાં શ્રી માલએ કન્યાઓને શિક્ષણ આપવા દેશની સરહદોની રક્ષા કરવા, બાળકોને ભણી-ગણી સૈન્યમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.પશુપાલન અને ખેતી, પાણી, રોજગારી વગેરે સમસ્યાઓ વિશે ગ્રામજનોએ રજુઆત કરી હતી.બોર્ડર પર જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખડેપગે તૈયા છે તેવી લોકોએ ખાતરી આપી હતી.પરંપરા મુજબ શ્રી માલનું સુમરા ગફુર મુસા દ્વારા કરાયું હતું.સનાવલા સમા, એપીએમસીના ડાયરેકટર, સધીક ભુંગર, સરપંચ ધ્રોબાણા જાલુભા સોઢા, સરૂપાજી સોઢા, સધીક લખમીર, રસીદ અલાના સાહેબ રોમતુલા, અમીન વાયદના, પ્રવીણગીરી સરપંચ કુરન, પીએચસી કુરન, પીએચસી દિનારાના સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. ખાવડા પી.આઈ.બી.પી.ખરાડી ખાવડા પીએસઆઈ ડાભી મેઘરાજ ગઢવી, કિશોરસિંહ જાડેજા વગેરે સહયોગી બન્યા હતા.સંચાલન તથા આભાર વિવિધ મીર મામદ સમાએ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang