હૃષિકેશ
વ્યાસ તરફથી : અમદાવાદ, તા.27 : સંસદના વિશેષ સત્ર પહેલાં કેન્દ્રીય કેબિનેટે
સીમાંકન અને મહિલા અનામત વિધેયક-નવું સુધારેલું બિલ મંજૂર કર્યું છે.જો, સંસદમાં તે મંજુર થાય અને તેના
પર અમલ શરૂ કરાય તો, આ બિલ મુજબ, તમામ રાજ્યોમાં
લોકસભાની બેઠકોમાં એકસરખો 50 ટકા વધારો કરશે.જો લોકસભા અને પછી રાજ્યસભા તેને પસાર કરે તો ગુજરાતનો ચૂંટણી
નકશો અડધી સદી પછી સૌથી મોટા ફેરફારમાંથી પસાર થશે.હાલ
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">, લોકસભાની કુલ બેઠકોની સંખ્યા
543 છે.જેને વધારીને મહત્તમ 850 સુધી કરવાની જોગવાઈ છે, જેથી 2029ની ચૂંટણી પહેલાં સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત લાગુ થઈ શકે.બેઠકો પર 2051 સુધી ફ્રીઝ રહેશે અને વધેલી બેઠકો નવેસરથી દોરવા
2011ની વસ્તી ગણતરી વપરાશે.દરેક રાજ્યની વર્તમાન
લોકસભા અને વિધાનસભા બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ છે.આનાથી લોકસભાની કુલ બેઠકો 543 થી વધીને અંદાજે 815 થી 850 સુધી પહોંચી શકે છે.વસ્તી નિયંત્રણ કરનારા દક્ષિણના રાજ્યોને નુકસાન ન થાય
તે માટે 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચેનો વર્તમાન
હિસ્સો જાળવી રાખવામાં આવશે.એકવાર બેઠકો વધ્યા બાદ વર્ષ 2051 સુધી તેમાં કોઈ ફેરફાર નહીં થાય.2029થી 33 ટકા મહિલા અનામત: સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થતા જ વર્ષ 2029ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણીઓમાં
મહિલાઓ માટે 33% બેઠકો અનામત (નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ)
લાગુ કરવાનો માર્ગ મોકળો થશે.રાજ્યની અંદર વધેલી વસ્તી અને શહેરીકરણ મુજબ નવા મતવિસ્તારો
અસ્તિત્વમાં આવશે અને જૂના મતવિસ્તારોની ભૌગોલિક સીમાઓ બદલાશે.