અમદાવાદ, તા.27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતના ચૂંટણીપંચ દ્વારા આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના
ભાગરૂપે ફોટો મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (એસએસઆર-2027) અંતર્ગત શુક્રવાર, 27 નવેમ્બરના ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદારયાદી જાહેર કરવામાં આવી છે.નવી યાદી અનુસાર રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4,48,77,288 ઉપર પહોંચી છે
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">, જેમાં 2,30,90,067 પુરુષ, 2,17,86,150
મહિલા અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.જે લોકોનાં
નામ હજુ સુધી મતદારયાદીમાં નથી તેઓ 26 ડિસેમ્બર સુધી પ્રક્રિયા પૂર્ણ કરી પોતાનું નામ યાદીમાં ઉમેરાવી શકશે.ચૂંટણીપંચના
આંકડાકીય વિશ્લેષણ મુજબ,
17 ફેબ્રુઆરી, 2026ના પ્રસિદ્ધ થયેલી અગાઉની આખરી મતદારયાદીમાં રાજ્યમાં કુલ 4,40,30,725 મતદાર નોંધાયેલા હતા.તેની સરખામણીએ 27 નવેમ્બર, 2026ની મુસદ્દાયાદીમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકા એટલે કે 8,46,563 મતદારનો ચોખ્ખો વધારો નોંધાયો છે.આ સુધારણા
પ્રક્રિયા દરમિયાન નામ ઉમેરવા માટે ફોર્મ-6, ફોર્મ-6અ
અને સ્થળાંતર માટેનાં ફોર્મ-8 હેઠળ
12,01,184 અરજી મંજૂર કરવામાં આવી છે, જ્યારે નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીને મંજૂરી અપાઈ છે.મુસદ્દાયાદી પ્રસિદ્ધ થતાંની
સાથે જ 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ
કરવાનો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન મતદારો યાદીમાં પોતાનું
નામ અને વિગતો ચકાસી શકશે તેમજ નામ ઉમેરવા, વિગતો સુધારવા કે સરનામામાં ફેરફાર કરવા માટે નિયત ફોર્મ
ભરીને અરજી કરી શકશે.નાગરિકોની સુવિધા માટે
ચૂંટણીપંચે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026 એમ ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે, જેમાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)
સવારે 10થી સાંજે 5ાંચ વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહીને અરજીઓ સ્વીકારશે.ચૂંટણીપંચે નવા યુવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા ખાસ આહવાન કર્યું છે.1 જાન્યુઆરી, 2027ના 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નોંધણી
કરાવવા પાત્ર છે,
ઉપરાંત વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી પોતાની અરજી કરી શકશે.નાગરિકો
વોટર્સ સર્વિસ પોર્ટલ (દજ્ઞાયિંતિ.યભશ.લજ્ઞદ.શક્ષ), ઊઈઈંગઊઝ મોબાઈલ એપ અથવા મુખ્ય ચૂંટણી
અધિકારીની વેબસાઈટ (ભયજ્ઞ.લીષફફાિં.લજ્ઞદ.શક્ષ) પરથી ઓનલાઈન યાદી ચકાસી અને અરજી કરી
શકશે તેમજ ઈઆરઓ કચેરી કે મતદાન મથકનો પણ સંપર્ક સાધી શકશે.કાયદાકીય જોગવાઈ મુજબ,
જો કોઈ નાગરિક મતદાર નોંધણી અધિકારી (ઈઆરઓ)ના હુકમથી અસહમત હોય,
તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી (જિલ્લા કલેક્ટર) સમક્ષ પ્રથમ અપીલ અને
ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ), ગુજરાત સમક્ષ બીજી અપીલ
કરી શકશે.મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા યુવાનો, થર્ડ જેન્ડર,
દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને પોતાની વિગતોની ખાતરી કરવા અપીલ કરાઈ
છે.સમગ્ર હક્ક-દાવા અને વાંધા નિકાલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રાજ્યની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.