હેમાંગ
પટ્ટણી દ્વારા : ભુજ, તા.27 : ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાને
આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ અંતર્ગત
ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ સાથે મતદાન મથકોના પુનર્ગઠન અને પુન: ગોઠવણીની
પ્રક્રિયા હાથ ધરાઇ છે.જિલ્લામાં એસઆઇઆર બાદ મતદાતાઓની અદ્યતન સંખ્યાના આધારે હાથ
ધરાયેલી આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં મર્જ થયેલાં અને ઘટેલાં મતદાન મથકો સાથે કુલ
મતદાન મથકોનો આંક ઘટીને 1946 પર
પહોંચ્યો છે.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે વિગતો આપતાં જણાવ્યું કે, કચ્છમાં અગાઉ 2012
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">જેટલાં મતદાન મથક હતાં, તેમાં પાંચ નવા મતદાન મથક ઉમેરાયાં,
તો 71 જેટલાં
મતદાન બૂથ ઘટતાં જિલ્લામાં પુનર્ગઠનની આ કામગીરી પશ્ચાત મતદાન મથકોની સંખ્યા 1946 નોંધાઇ છે.ભારતના ચૂંટણીપંચના આદેશ અંતર્ગત 1 જાન્યુઆરી 2027ની લાયકાતના સંદર્ભમાં નવા મતદારોનાં નામ ઉમેરવા
અને 1 જુલાઇ તેમજ 1 ઓક્ટોબર 2027ની સ્થિતિએ 18 વર્ષ
પૂર્ણ કરનાર ભાવિ મતદારોનાં નામ મતદારયાદીમાં સમાવવા માટે એક માસ સુધી આ ઝુંબેશ ચાલશે.26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજીનો સ્વીકાર
કરાયા બાદ આ તમામ હક્ક-દાવા-વાંધા અરજીનો નિકાલ 11 જાન્યુઆરી સુધી કરાશે.આ કાર્ય પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરીએ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે.મહત્તમ નાગરિકો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ભાગ લે તેવી અપીલ જિલ્લા ચૂંટણી
અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા કરવામાં આવી છે.જિલ્લાના છ વિધાનસભા મતક્ષેત્રમાં
સૌથી વધુ 382 મતદાન મથક અબડાસા, તો સૌથી ઓછા 301 મતદાન મથક અંજાર મતક્ષેત્રમાં નોંધાયાં છે.વિધાનસભા ચૂંટણીને લઇ જિલ્લામાં હવે વહીવટી ગતિવિધિઓ ધીરે ધીરે વેગ પકડતી જોવા મળી
રહી છે.ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 29 નવેમ્બર, છ અને 13 ડિસેમ્બરના બૂથ ઉપર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.