• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભુજ

ભુજ : મ.ક.સ.સુ. જશોદાબેન (ઉ.વ. 69) તે પ્રાગજી સુંદરજી ગોહિલ (એસ.ટી.વાળા)ના પત્ની, સ્વ. મણિબેન સુંદરજીના પુત્રવધૂ, સ્વ. શંભુલાલ મોહનજી મોઢ (તેરા)ના પુત્રી, શૈલેશ (પરફેક્ટ ટેઇલર), જયશ્રી, કિરણના માતા, સ્વ. સરસ્વતીબેન શંકરલાલ, સાવિત્રીબેન સામજીભાઇના દેરાણી, વૈશાલી, સતીશ, પ્રીતિના સાસુ, જીનલ, સિદ્ધાર્થ, જૈમિનના દાદી, પ્રિયા, યશ્વી, ધર્મના નાની, કાંતિલાલ (તેરા)ના બહેન, મહેશ, અનિલ, સંજય, પ્રવીણા, કલ્પના, ધનલક્ષ્મીના કાકી, સ્વ. કસ્તૂરબેન ગોવિંદભાઇ, સ્વ. મુક્તાબેન મૂળજીભાઇ, વિજયાબેન નરસિંહના ભાભી, સ્વ. ઉષાબેન પ્રભુલાલ, ભારતીબેન દિનેશભાઇ (ગાઇડ), જયશ્રીબેન જગદીશભાઇના વેવાણ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે.

ભુજ : મેમણ શરીફ હાજી અબ્દુલગની (ગોધરાવાળા) (ઉ.વ. 42) તે મ. હાજી અલીમોહમદ (ગોધરા), મ. હારુન (કરાચી)ના ભત્રીજા, કાસમ મીઠુ (કોઠારા)ના જમાઇ, શકીલ (સુપ્રીમ કેસર), સલીમ (એસ. એફ. મોબાઇલ), સમીર (કે. જી. ગૃહઉદ્યોગ)ના ભાઇ, શારા, તોસીફના પિતા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-5-2023ના શુક્રવારે સવારે 10.30થી 11.30 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર - કેમ્પ, ભુજ ખાતે. (બહેનોની તે જ સ્થળે.)

ભુજ : કીર્તિકુમાર છગનલાલ રાઠોડ (સલાટ)ની પ્રાર્થનાસભા તા. 25-5-2023ના સાંજે 5.30થી 6.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : પ્રકાશ સુરેશભાઈ ચંદે (ઉ.વ. 33) તે સ્વ. લાડુબેન તલકશીભાઈના પૌત્ર, ભગવતીબેન સુરેશભાઈ ચંદેના પુત્ર, હીનાબેન રાજેશકુમાર રૂપારેલના ભાઈ, રાજેશકુમાર નવીનભાઈ રૂપારેલના સાળા, કાંતિભાઈ, સ્વ. ભરતભાઈ, મહેશભાઈ, મંજુલાબેન મુળજીભાઈ રાજદે (મુંદરા), હેમલતાબેન સુરેશભાઈ ધામેચા (ગાંધીધામ)ના ભત્રીજા, મહેન્દ્રભાઈ પ્રભુદાસ રતણી (અમદાવાદ)ના ભાણેજ, રાજેશ, રશ્મિન, જિતેન, રાહુલ, નીતાબેન હિતેશકુમાર પલણ, સ્વ. વંદનાબેન દિનેશકુમાર રાચ્છ, સંગીતાબેન કમલેશકુમાર પૂજારા, કિન્નરી, બાગેશ્રી, કમલેશ, અશોક, તપન, દમયંતીબેન સુરેશકુમાર ઠક્કર, પ્રજ્ઞાબેન જયેશકુમાર ઠક્કર, શિલ્પાબેન નિતેશકુમાર ઠક્કર, વૈશાલીબેન હિરેનકુમાર ઠક્કરના પિતરાઈ ભાઈ, ધ્રુવ, બંસરીના મામા તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (કિડની, હૃદય, લિવર અને ચક્ષુનું દાન કર્યું છે.)

અંજાર : મૂળ દુધઇના ટોપણદાસ લાલજી ગંધા (ઠક્કર) (ઉ.વ. 85) (નિવૃત્ત એસ.ટી. ડેપો મેનેજર-અંજાર) તે સ્વ. લાલજી કાનજીના પુત્ર, સ્વ. પ્રેમજી કાનજી (દુધઇ)ના ભત્રીજા, સ્વ. તારાબેનના પતિ, સ્વ. રામજી મોતીરામ આડઠક્કર (મીઠીરોહર)ના જમાઇ, દિલીપ (નિવૃત્ત બી.પી.સી.એલ.), રાજુ, સરલા (ભુજ), રેખા, ચેતનાના પિતા, હંસાબેન, ચેતનાબેન, નીતિનભાઇ (કારિયા બ્રધર્સ-ભુજ), કિશોરભાઇ (ગેટકો-અંજાર), મેહુલભાઇ (સદ્ગુરુ સ્ટોર્સ-અંજાર)ના સસરા, તુલસીદાસ, સ્વ. કુંવરબેન, સ્વ. કાશીબેન, લક્ષ્મીબેન, મૈયાબેનના ભાઇ, સ્વ. પુષ્પાબેન તુલસીદાસના જેઠ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોકલદાસ, સ્વ. બળવંતભાઇ, વિનોદભાઇના કાકાઇ ભાઇ, સ્વ. નારાણજીભાઇ, સ્વ. રણછોડદાસ, કાન્તિભાઇ, સ્વ. ભચીબેન, સ્વ. કમળાબેન, સ્વ. શાન્તાબેન, રુક્ષ્મણિબેનના બનેવી, મિલન, ઉમંગ, અવનિ મનોજકુમાર (રાજકોટ), હેમાલીના દાદા, આદિત્ય, ફોરમ રાહુલકુમાર (મુલુંડ), મનકી, વૈદેહી, મીતના નાના, દિનેશ, કીર્તિ, જગદીશ, અશ્વિન, હિના રાજેશકુમાર (આદિપુર)ના મોટાબાપા, માનસી આદિત્યના નાનાજી સસરા, વંશ, રૂહી, ધ્યાનાના મોટા નાના તા. 22-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 5થી 6 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

માંડવી : મૂળ ભદ્રેશ્વરના ગં.સ્વ. હેમલતાબેન બાબુલાલ પરમાર (ઉ.વ. 81) તે સ્વ. બાબુલાલ ધરમશીના પત્ની, વિનોદભાઇ (મમાયમોરા-દરશડી), વસંતભાઇ (માંડવી), સ્વ. રોહિતભાઇ (નાગલપુર), નીતાબેન (નલિયા), વર્ષાબેન (ભુજ)ના માતા, કલ્પનાબેન, આશાબેન, ગં.સ્વ. પ્રીતિબેન તથા નીતિનભાઇ ચૌહાણ (નલિયા), મનીષભાઇ ડાભી (ભુજ)ના સાસુ, દિપેન, હિમાંશુ, ઉર્વેશ, હાર્દિક, ભાવિન, મિનલ (આણંદસર), ક્રિષ્ના (કોડાય)ના દાદી, પ્રવીણાબેન, કૃપાબેન, ગાયત્રીબેન, રાજેશ (આણંદસર), રોબિન (કોડાય)ના દાદીસાસુ, સ્વ. રણછોડદાસ (ચેમ્બુર)ના નાના ભાઇના પત્ની, સ્વ. રવિલાલ (ભદ્રેશ્વર), સ્વ. કસ્તૂરબેન (માંડવી), હેમલતાબેન (રાયપુર)ના ભાભી, સ્વ. કિશોરભાઇ (ચેમ્બુર), કિરીટભાઇ (માધાપર), રાજેશભાઇ (કેરા), લતાબેન (અંજાર)ના કાકી, સંજય, પરેશ (ભદ્રેશ્વર)ના મોટી મા, સ્વ. ચંચળબેન ચૂનીલાલ ચાવડા (માંડવી)ના પુત્રી, સ્વ. રશ્મિકાંત (માંડવી), કિશોરભાઇ (મલાડ), સ્વ. રંજનબેન (પેઢમાલા)ના મોટા બહેન, રુહી, આર્ય, જેમના પરદાદી, મયૂર, ધવલ, હેમાલી, સ્વ. સાગરના નાની તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.

માધાપર : લોહાર મોહંમદ હનીફ જુસબ (ઉ.વ.40) તે મ. સતાર, સિધિક, અનવર, સમસુદ્દીનના ભાઇ, ઇમ્તિયાઝના પિતા, સામત્રાવાળા અબ્દુલ અલીમામદના જમાઇ, કાસમ, ફારૂકના બનેવી, મ. હાજી ઇલિયાસ, મ. અબ્દુલશકુર, ઓસમાણના ભત્રીજા, ગફુર ઇસ્માઇલ (લંડન), હમીર ઇસ્માઇલ (નૈરોબી)ના ભત્રીજા, સિધિક, ગની, મામદ, શકુરના સાળા,  સિકંદર (ગુંદિયાળી)ના સસરા, જિયારત તા. 27-5-2023ના સવારે 10થી 11 માધાપર નવાવાસ મુસ્લિમ જમાતખાનામાં.

નાના વરનોરા (તા. ભુજ) : જલાબાઇ ભચુ મેરૂ મમણ (ઉ.વ. 96) તે મ. ઇબ્રાહિમ, મ. જુસબ, મ. સુલેમાન, વાહબ (સરપંચ), જબ્બાર, અજીજ અને કરીમના માતા, રહીમ, રજાક, મજીદ, હમીદ, અદ્રેમાન, સોયબ, વાયદ, ઇકબાલ, મોહમદ, મ. ઇનાયત, સૈફુન, વસીલ, અબ્બાસ, અબ્દુર્રહેમાન, હિદાયત, ઇજાજ, સિધિક, ઇધ્રીસ, જેહાદ, ફૈઝના દાદી તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 24, 25, 26-5 સુધી નિવાસસ્થાન નાના વરનોરા ખાતે.

મસ્કા (તા. માંડવી) : નારાણજી નાથાણી (રાજગોર) (ઉ.વ. 76) તે સ્વ. પુરબાઇ કરશનજી લક્ષ્મીદાસ નાથાણીના પુત્ર, મોંઘીબેનના પતિ, પ્રકાશ, ભરત, પુષ્પાબેનના પિતા, શિલ્પાબેન (તા.પં. સભ્ય), હસ્મિતાબેન તથા દિનેશકુમાર મોતાના સસરા, સ્વ. હીરાલાલ, રવિલાલ, હંસરાજ, ભવાનીશંકર, સ્વ. સાકરબેન નાનજી મોતા (મસ્કા), જવેરબેન ભગવાનજી વ્યાસ (ગુંદિયાળી), સ્વ. કસ્તૂરબેન મંગલદાસ નાકર (મસ્કા), કંકુબેન ત્રિભુવનલાલ નાકર (મોટા કપાયા)ના ભાઇ, સ્વ. રામજી લક્ષ્મીદાસ નાથાણીના ભત્રીજા, મૂળશંકર, સ્વ. હરેશ, સુરેશના કાકાઇ ભાઇ, સ્વ. ગંગાબેન, ધનુબેનના દિયર, કસ્તૂરબેન, દમયંતીબેનના જેઠ, સ્વ. ભીમજી દામજી રાજગોર (દામાણી)ના દોહિત્ર, દેવાંગી, તક્ષક, મયૂર, વશિષ્ઠના દાદા, યાજ્ઞિક, રીતિના નાના, રમેશ, નવીન, શંભુલાલ, વિનોદ, મહેશ, ચંદ્રકાન્ત, જયેશ, નીલેશ, રોહિત, નિર્મળા, પ્રફુલા, કમળા, કંચન, જ્યોતિ, નીતા, સવિતા, પલ્લવી, મનીષા, મિત્તલ, બિંજલના કાકા, સ્વ. મીઠાબાઇ વેલજી ગોવિંદજી (હધેવાડી)ના જમાઇ, સ્વ. રણછોડજી, સ્વ. નાનજીના ભત્રીજીના પતિ, સ્વ. કાનજી, સ્વ. મોહનલાલ, મંગલદાસ, સ્વ. સાકરબાઇ, સ્વ. જવેરબેન, પ્રભાબેન, મણિબેન, જશુબેન, રમીલાબેનના બનેવી, મણિબેન, મંજુલાબેન, ધનુબેનના નણદોયા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 25-5-2023ના ગુરુવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે તથા સાસરા પક્ષની સાદડી એ જ દિવસે બપોરે 2થી 5 હધેવાડી, મસ્કા ખાતે.

કોડાય (તા. માંડવી) : કિશોર ખીમજી રાબડિયા (ઉ.વ. 53) તે કાન્તિભાઇ, નારાણભાઇ, પુષ્પાબેનના ભાઇ, મંજુલાબેનના પતિ, વસંત, જગદીશ, હરેશના પિતા, સ્વ. શિયાણી ભીમજી શામજીના જમાઇ, વર્ષાબેન, જશોદાબેનના સસરા, સોહન, શાનવી, જેન્સી, સયમના દાદા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2023ના શુક્રવારે સવારે 7થી 8.30 નિવાસસ્થાન, વાડી વિસ્તાર, કોડાય અને નાની રાયણ રોડ, કોડાય ખાતે.

પદમપુર (તા. માંડવી) : હાલે અમદાવાદ લખમશી ખેતશી ભીમાણી (ઉ.વ. 78) તે સ્વ. ઝવેરબેનના પતિ, સુરેશભાઈ, અરુણાબેન (મોમાયમોરા)ના પિતા, અમૃતાબેન તથા સ્વ. રમેશભાઈ ગાવિંદભાઈ સેંઘાણી (મોમાયમોરા હાલે ડોમ્બિવલી)ના સસરા, સવિતાબેન ધનજીભાઈ નાકરાણી (રત્નાપર), લીલાબેન શામજીભાઈ રામજિયાણી (રત્નાપર), ગુલાબભાઈના ભાઈ, અંશ અને કાવ્યાના દાદા, નિમિષા અને કેવલ (ડોમ્બિવલી)ના નાના, સ્વ. ગંગદાસ હંસરાજ પોકાર (બિદડા)ના જમાઈ તા. 24-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-5-2023ના શુક્રવારે સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5.30 પદમપુર પાટીદાર સમાજવાડી, પદમપુર ખાતે.

ડેપા (તા. મુંદરા) : ઝાલા ભચુભા મલુજી (ઉ.વ. 77) તે પ્રવીણસિંહ, હનુભાના પિતા, મયૂરસિંહ, ધર્મેન્દ્રસિંહ, મુકુંદસિંહના દાદા, દોલુભાના મોટા ભાઇ, દાદુભા, અનિરુતસિંહના મોટા બાપુ, રાજમલજી, બહાદુરસિંહ (ભલોટ)ના બનેવી, વંકાજી (જાડાય), રણજિતસિંહ (લફરી)ના સસરા, રતુભા, ભીખુભા, આમરજી, રામસંગજીના કાકાઇ ભાઇ તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-6-2023ના શુક્રવારે. સાદડી કોમ્યુનિટી હોલમાં પાંચ દિવસ.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : લાલજી વાલજી હીરાણી (ઉ.વ. 72) તે સ્વ. વાલજી ખીમજી હીરાણી અને સ્વ. અમરબાઇના પુત્ર, સ્વ. મુરીબેનના પતિ, વેલજી, મૂરજી, મનજી, ધનબાઇના ભાઇ, પુષ્પાબેન, ગીતાબેન, રૂપલબેનના પિતા તા. 23-5-2023ના લંડન ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 26-5-2023ના શુક્રવારે સવારે 7.30થી 8.30 સ્વામિનારાયણ મંદિર ભાઇઓ તથા બહેનોના, સુખપર-રોહા ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : બાવલા ઇશાક કોલી (ઉ.વ. 40) હાલે તલવાણા તે અરવિંદ ઇશાક, લક્ષ્મીબેનના મોટા ભાઇ, બાબુ ફકુ તથા કાનજી ફકુના ભત્રીજા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 26-5-2023ના શુક્રવારે તથા પાણી તા. 27-5-2023ના શનિવારે નાના અંગિયા ખાતે.

મથલ (તા. નખત્રાણા) : સદ્બા મંગલસિંહ સોઢા (ઉ.વ. 70) તે રાજુસિંહના ભાભી, રણછોડસિંહ, લાલસિંહ, ડુંગરસિંહ, ગેમરસિંહ, છગનસિંહ, ભગુસિંહ, રામસિંહના માતા તા. 23-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મથલ ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : તીર્થ પુરોહિત તથા બ્રહ્મસમાજ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર સોમપુરા બ્રાહ્મણ સતીશચંદ્ર નર્મદાશંકર ત્રિવેદી (સતીશ મહારાજ) (ઉ.વ. 72) તે દુર્ગાબેનના પતિ, કૌશલ અને રોહનના પિતા, સ્વ. ધનેશભાઇ, પ્રદીપભાઇ, જયદેવભાઇ જાની (સોમનાથ)ના ભાઇ, સાગર તથા ચંદનના કાકા અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-5-2023ના ગુરુવારે નારાયણ સરોવરના નિવાસસ્થાનેથી સવારે 8.30 વાગ્યે નીકળશે. બેસણું તા. 25-5-2023ના ગુરુવારે સાંજે 4થી 5 વાલરામ વિશ્રામધામ, નારાયણ સરોવર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang