• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

(અ) સલામત હવાઇ સફર

માર્ગ પર દોડતાં વાહન હોય કે આકાશમાં ઉડતાં વિમાન હોય તેના ચાલકની ઉપર પોતાની અને પોતાના સાથી પ્રવાસીઓનાં જીવનનો આધાર રહેતો હોય છે.  વાહનચાલકો નશામાં અકસ્માત નોતરતા હોવાના બનાવો સતત સામે આવતા રહ્યા છે, પણ હવે તો હવામાં ઉડતાં વિમાનના પાઈલટ નશાની હાલતમાં સાથી ઉતારુઓના જીવ જોખમમાં મુકતા હોવાના ચિંતાજનક કિસ્સા વધી રહ્યા છે.  આ બનાવોએ બતાવી આપ્યું છે કે ,હવે વિમાની સફર પણ સલામત રહી નથી. પાઈલટો નશાની હાલતમાં વિમાનનું ઉડ્ડયન કરતા હોવાના વધી રહેલા બનાવ હવાઈસેવાનાં સંચાલનના સલામતીનાં ધોરણોના ગંભીર ઉલ્લંઘન સમાન છે.  આ નિયમોનું ઉલ્લંઘન શિસ્તભંગતો છે જ પણ તેનાથી વિશેષ તો વિમાનમાં સવાર સંખ્યાબંધ ઉતારુઓનાં જીવનને જોખમમાં મૂકવાનો ગંભીર ગુનો છે.  ઉલ્લેખનીય છે કે, ચોથી ઓગસ્ટના ફૂકેટથી દિલ્હી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડ્ડયન દરમ્યાન સાવ અચાનક 300 ફૂટ જેટલું નીચે ધસી જતાં અકસ્માત થયો હતો. વિમાનમાં સવાર 137 ઉતારૂ અને આઠ ક્રૂ સભ્યોના જીવને જોખમમાં મૂકતા આ બનાવમાં 20 ઉતારુ અને ક્રૂના ચાર સભ્ય ઘવાયા હતા. 17 જણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.  હવે આ બનાવની તપાસનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે, જેમાં વિમાન માટે ચાવીરૂપ ત્રણે હાયડ્રોલિક  સિસ્ટમ એક સાથે ખરાબ થઈ ગઈ હોવાનું જણાયું છે.  ચિંતાની બાબત એ છે કે, વિમાનના પાઈલટની નશાકારક પદાર્થોના સેવનની તપાસનો અહેવાલ નેગેટિવ ન હતો. એટલે કે, પાઈલટે નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાનું પ્રાથમિક તપાસ અહેવાલમાં સામે આવ્યું છે.  આમ તો આ તપાસમાં વિમાને જે ઊંચાઈ ગુમાવી તેની માટે પાઈલટના ડ્રગ્સ સેવનને જવાબદાર ગણાવ્યું નથી, પણ આ ઘટસ્ફોટે વિમાન ઉડ્ડયનનાં જોખમી અને ચિંતાજનક પાસાને છતા કર્યાં છે. હવે દેશના નાગરિક ઉડ્ડયન વિભાગે પાઈલટ દ્વારા નશાકારક પદાર્થના સેવનના મુદ્દાને ગંભીરતાથી લઈને કાર્યવાહીની ભલામણ કરી છે. તમામ વિમાની કંપનીઓને તેમના પાઈલટોની એક વખત ડ્રગ્સની  તપાસ કરાવવા કહેવાયું છે. દેશમાં હાલે લગભગ 14 પાઈલટ છે.  આ તમામની ડ્રગ્સની તપાસ આગામી જુલાઈ સુધી પૂરી કરાવવાની રહેશે.  આમ તો એર ઈન્ડિયા તેના પાંચ હજાર પાઈલટની આવી તપાસ કરાવી ચુક્યું છે. નાગરિક ઉડ્ડયન વિભાગની આ પહેલ ખરા અર્થમાં આવકારદાયક છે, પણ હવે સમય આવી ગયો છે કે, આ તપાસને વિમાની સેવાની સલામતીને લગતા નિયમોમાં કાયમી રીતે જોડવાની હવે તાતી જરૂરત છે.  પાઈલટો અને વિમાની ઉડ્ડયન સાથે જોડાયેલા અન્ય કર્મીઓની આવી વાર્ષિક તપાસ ફરજિયાત કરવા પર વિચાર ચાલી રહ્યો છે તેનો હવે વિના વિલંબે અમલ થવો જોઈએ.  આમ થશે, તો હવાઈ સફરમાં જોખમ ઘટશે અને ઉતારુઓનો ભય ઓછો થશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd