• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ચકચારી પત્રી હત્યા કેસમાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 12 : ત્રણ વર્ષ પૂર્વે પત્રીમાં પૃથ્વીરાજસિંહ જાડેજાની થયેલી હત્યાના આ ચકચારી કેસના મુખ્ય આરોપી વેજીબેન વાલજી ચાડે કરેલી વચગાળાની જામીન અરજી અદાલતે નામંજૂરી કરી છે. આ ચકચારી હત્યા કેસમાં નવ આરોપીની અટક કરવામાં આવી હતી. વેજીબેનને ગુજરાત હાઈકોર્ટે  વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા.   આ દરમ્યાન તેણે એપ્રિલ-2026માં મૃતક પૃથ્વીરાજસિંહના ભાઈ રઘુવીરસિંહનું આ કેસમાં જુબાની ન આપવા અર્થે અપહરણ કરતાં તેના સાગરિતો સહિતની પ્રાગપર પોલીસે અટક કરી હતી. આ દરમ્યાન વેજીબેનના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા હતા. હાલ ભુજ જ્યુડિશિયલ કસ્ટડી જેલહવાલે વેજીબેને જમીન દસ્તાવેજનું કારણ આગળ ધરી 1પ દિવસના ટૂંકા ગાળાની જામીન અરજી કરતાં તેનો ગુનાહિત ઈતિહાસ અને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. પ્રોસીક્યુશન તરફે સ્પે. પી.પી. એચ.સી. ચૌધરી અને મૂળ ફરિયાદી તરફે વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી, એસ.એસ. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd