• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અંજારમાં વૃદ્ધાનાં ગળામાંથી ચેનની ચીલઝડપથી ચકચાર

ગાંધીધામ, તા. 12 : શહેરમાં ત્રણ બાઈક સવારે  પગપાળા જતા વૃદ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત  તા. 11ના સાંજના અરસામાં  માધવબાગ સોસાયટી પાસે હનુમાનજીના મંદિર પાસે બન્યો હતો. નિવૃત્ત શિક્ષિકા હાર્દિકાબેન મોહનલાલ ચૌહાણ  પગપાળા જતા હતા. આ દરમ્યાન બાઈક ઉપર ત્રણ અજાણ્યા શખ્સ આવ્યા હતા. એક શખ્સે બાઈકમાંથી ઊતરી ચેનની ચીલઝડપ કરી હતી, બાદમાં ત્રણેય શખ્સ નાસી ગયા હતા.ચીલઝડપ કરાયેલી દોઢ તોલાની ચેનની કિંમત રૂા. 45 હજાર આંકવામાં આવી  છે. બનવાની વધુ તપાસ વી.એ. ઝા કરી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd