ગાંધીધામ, તા. 12 : શહેરમાં કાર્યરત પાણીના પ્લાન્ટ
દ્વારા પાણીનો વેડફાટ કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. જોડિયા
શહેરોમાં અનેક વિસ્તારોમાં પાણીનો વેડફાટ થાય છે રહેણાંક અને વાણિજ્ય એકમો દ્વારા વ્યાપક
પ્રમાણમાં પાણીનો બગાડ કરવામાં આવે છે મહાનગરપાલિકા નું તંત્ર નિયમિત રીતે અલગ અલગ
વિસ્તારોમાં તપાસ કરીને દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી પાણીનો બગાડ કરનાર
સામે કાર્યવાહી કરાય છે પરંતુ આ ક્યારેક ક્યારેક કાર્યવાહી થતી હોવાથી સુધારો દેખાતો
નથી. અસંખ્ય પાણીના પ્લાન્ટ ધમધમી રહ્યા છે. પ્રથમ પ્લાન્ટ પાસે મોટી માત્રામાં પાણીનો જથ્થો
ત્યાંથી આવે છે. કનેક્શન લેવામાં આવ્યું છે કે નહીં સહિતની બાબતોની તપાસ કરીને કાર્યવાહી
કરવી જરૂરી છે. આ ઉપરાંત મોટાભાગના પાણીના પ્લાન્ટના સંચાલકો રોડ ઉપર પાણીનો વેડફાટ
કરે છે. અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમ છતાં પાણી વિભાગના જવાબદારો
દ્વારા કાર્યવાહી થતી નથી. રહેણાંક વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે વહીવટી તંત્ર દ્વારા
કર્મચારીઓ મારફતે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તો તેને આ આવકથી આ કાર્યવાહીમાં
રોકાયેલા કર્મચારીઓનો પગાર થઈ જાય. ઉપરાંત પણ સારી એવી આવક થઈ શકે છે. અને બીજી તરફ
સતત કાર્યવાહીથી લોકો પાણી વેડફાટ બંધ કરે તે પણ સંભાવના છે શહેરમાં દુકાન નંબર ડી 84 ની પાછળ ના ભાગે આવેલા વેલ ડ્રોપ આર. ઓ પ્લાન્ટ દ્વારા પાણી નો વેડફાટ
કરાતા પાણી વિભાગના જવાબદારો દ્વારા સ્થળ ઉપર જઈને 10,000 ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.