• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મોદી, પુતિન, જિનપિંગ... બ્રિક્સનું એક શક્તિશાળી ચિત્ર, વિશ્વને સંદેશ

નવી દિલ્હી, તા. 12 : બ્રિક્સ સમિટ-2026 પીએમ મોદી, પુતિન, શી જિનાપિંગ, પેઝેશ્કિયાન એક તસવીરમાં, અમેરિકા-પાકિસ્તાન માટે મોટો સંદેશ, પીએમ મોદી, પુતિન અને જિનપિંગ... બ્રિક્સની શક્તિશાળી તસવીર દુનિયાને સંદેશ આપી ગઈ હતી, સાથો સાથ ટ્રમ્પને પણ. દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટની તસવીરો સામે આવી છે, જે દુનિયાને સંદેશ આપે છે. પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હાથ પકડીને બેઠા હતા. તેમણે એકબીજાને શુભેચ્છા પાઠવી અને પછી હસતાં-હસતાં નેતાઓ આગળ વધ્યા.  પીએમ મોદી, પુતિન, શી જિનાપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની એક જ મંચ પર હાજરીએ બ્રિક્સ સમિટને ખાસ બનાવી દીધી છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે, જ્યારે વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન-યુએસ યુદ્ધ જેવા મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા વાતાવરણમાં, બ્રિક્સ મંચ ભારતને વિવિધ શક્તિ કેન્દ્રો સાથે વાતચીત જાળવવાની તક પૂરી પાડે છે.  બ્રિક્સ સમિટ - 2026ની તસવીરમાં નરેન્દ્ર મોદી સાથે વ્લાદિમીર પુતિન, શી જિનાપિંગ અને મસૂદ પેઝેશ્કિયાનની હાજરી વૈશ્વિક રાજદ્વારીના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd