• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

કેન્દ્રના વન પર્યાવરણ મંત્રી આજથી બે દિવસ કચ્છમાં

ભુજ, તા. 12 : કેન્દ્રના વન પર્યાવરણ અને જળવાયુ વિભાગના મંત્રી ભૂપેન્દ્ર યાદવ રવિ અને સોમ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી શ્રી યાદવ રવિવાર ભુજમાં ચેરિયા સંવર્ધન અંગે આયોજિત વર્કશોપમાં હાજરી આપશે. વર્કશોપમાં ઉપસ્થિતિ સાથે શ્રી યાદવના હસ્તે કોફી ટેબલ બુક ઓન મેન્ગ્રુવ, મેન્ગ્રુવ એટલાન્સ ઓફ ગુજરાતનું વિમોચન અને એમની આલ્એમ પોર્ટલનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ 14મી તારીખ સોમવારે સવારે નલિયા ગ્રામ લેન્ડ વિસ્તારમાં જીઆઈબી સોફટ રિલીઝ સેન્ટર અને વન ક્લબનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત શ્રી યાદવ જખૌ ચેરિયા વિસ્તારનું નિરીક્ષણ કરશે. કચ્છ વન વર્તુળ વિભાગ અને કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા પ્રવાસના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd