ભુજ, તા. 12 : કચ્છમાં ટાટ મુખ્ય પરીક્ષા
માટે કેન્દ્ર ન ફાળવાતાં વિરોધનો વંટોળ ઉઠયો છે અને ભુજમાં એન.એસ.યુ.આઈ. કાર્યકર્તાઓ
વગેરે દ્વારા વિરોધ-પ્રદર્શન કરાયું હતું. કચ્છમાં ટાટ મુખ્ય પરીક્ષા માટે કેન્દ્ર
ન ફાળવાતાં નાછુટકે છાત્રોને અન્ય જિલ્લાઓમાં ફાળવાતા કેન્દ્રો સુધી લાંબા થવું પડે
છે. કચ્છ જિલ્લા એન.એસ.યુ. આઈ. પ્રમુખ ઋષિરાજાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ
માટે કચ્છમાં કેન્દ્ર ફાળવી ન શકતા હોય તો શિક્ષણમંત્રીએઁ પોતાની નૈતિક જવાબદારી સમજીને
રાજીનામું આપી દેવું જોઈએ. વિરોધ પ્રદર્શનમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી,
એન.એસ.યુ.આઈ.ના તિર્થભાઇ ઠક્કર, ફેજલ હિંગોરા,
કૃષ્ણરાજાસિંહ જાડેજા, સંદીપ રામ,ધૈર્યરાજસિંહ, યાજ્ઞિકભાઈ, હર્ષદભાઈ, ગંગાબેન, સંજનાબેન,
સિધ્ધિબેન સહિત મોટી સંખ્યામાં
કાર્યકર્તા જોડાયા હતા.