અમદાવાદ, તા. 11 : શાળાકીય રમતોની ઇકોસિસ્ટમને
મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ, અદાણી ઇન્ટરનેશનલ
સ્કૂલ (અઉઈંજ)ના યજમાનપદે અમદાવાદમાં બે દિવસની ઇન્ડિયન સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન
(ઈંજજઘ) નેશનલ ગેમ્સ ચેસ કોમ્પિટિશન 2026ના થયેલા આયોજનમાં 10થી વધુ રાજ્યોની 100થી અધિક શાળાઓના 425 કરતા યુવા ચેસ ખેલાડીઓ 800 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રશિક્ષકો અને શાળાના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા
છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 11, 14, 17 અને 19 વર્ષની નીચેની
વયના ખેલાડીઓ મળી ચાર વયની શ્રેણીનો સમાવેશ થાય છે. આ રમતમાં સ્પર્ધકની એકાગ્રતા અને
નિર્ણય લેવાની ક્ષમતાથી લઈ દબાણ હેઠળ શાંત રહેવાની ક્ષમતાની કસોટી સમાયેલી હોવાનું
જણાવ્યું હતું. ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધ અને ઈંજજઘના સલાહકાર
બોર્ડના સભ્ય અને પ્રયોજક અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના નમ્રતા અદાણીની હાજરીમાં ચેમ્પિયનશિપનો
આરંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રોત્સાહક હાજરી
આપી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક રમત અને રમતગમતના મૂલ્યો પર કેન્દ્રિત
ચેમ્પિયનશિપની ભાવનાની સમજ આપી હતી. આ પ્રસંગે નમ્રતાબેને અદાણીએ કહ્યું હતું કે, યુવાનો જીતે કે હારે તેને નજર અંદાજ કરી આવી
સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ તૈયારી કરવાનો, આત્મવિશ્વાસ
સાથે સ્પર્ધા કરવા અને પ્રત્યેક રમતમાંથી શીખવાનો અનુભવ આપે છે. સ્પર્ધાના આયોજન હેતુ
રમતગમત પ્રત્યે શાળાઓનો અભિગમ કેળવવા અને વિદ્યાર્થીઓને તકો ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીઓમાં
શિસ્ત, આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા,
નેતૃત્વશક્તિ અને રમતગમતનું કૌશલ્ય વિકસાવવામાં મદદ કરવાનો છે. ચાલી
રહેલી આ સ્પર્ધામાં ખેલાડીઓ ટુર્નામેન્ટના
રાઉન્ડમાંથી આગળ વધી રહ્યા છે ત્યારે દરેક રમતની તૈયારી, નિર્ણય
અને સંયમશક્તિનું પરીક્ષણ કરાશે તેવું જણાવાયું હતું.