• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

નવનિર્મિત ગોપાલપુર સ્ટેશનનું નિરીક્ષણ કરાયું

ગાંધીધામ, તા. 12 : રેલવે દ્વારા આદિપુર-ગાંધીધામની વચ્ચે બનાવાયેલા નવનિર્મિત આધુનિક ગોપાલપુર રેલવે સ્ટેશન સહિત ભચાઉ તાલુકામાં માલપરિવહન  માટેના ટર્મિનલોનું નિરીક્ષણ ડીઆરએમ દ્વારા કરાયું હતું. આ દરમ્યાન  પ્રવાસી સુવિધા અને  માલપરિવહન બાબતે  સમીક્ષા કરવામાં આવી હતી. ગોપાલપુર રેલવે સ્ટેશને યાત્રી સુવિધાઓ તથા સંકુલની વ્યવસ્થાઓ અને ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તમામ વ્યવસ્થાઓ સમયસર સુવ્યવસ્થિત અને સુગમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટેની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. ડીઆરએમ વેદપ્રકાશે નિરીક્ષણ દરમિયાન રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને રેલવે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને યાત્રીઓની સુવિધાઓ તથા પરિચાલન ક્ષમતા સ્વચ્છતા અને માલપરિવહન સંબંધિત વ્યવસ્થાઓમાં સતત સુધારાઓ સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કેઆધુનિક સુવિધાઓથી સજ્જ ગોપાલપુર રેલવે સ્ટેશન યાત્રીઓને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાસભર યાત્રાનો અનુભવ પૂરો પાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સ્ટેશનના વિકાસથી વિસ્તારના રેલવે યાત્રીઓને ઉત્તમ સુવિધાઓ મળવાની સાથે સ્થાનિક વિસ્તારની રેલવે કનેક્ટિવિટી અને યાત્રીઓની સેવા વ્યવસ્થાને પણ બળ મળશે. ડી.આર.એમ. દ્વારા ભીમાસર રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ  કરવામાં આવ્યું હતું, અહીં તેમણે સ્ટેશન પર જથ્થાબંધ માલ ખાસ કરીને મીઠાના લાડિંગ-અનલાડિંગ માટે વિકસાવવામાં આવેલી આધુનિક સાઇડિંગની સમીક્ષા કરીને ટેકનિકલ વ્યવસ્થાઓ અને કામગીરીની પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. માલપરિવહન ક્ષમતાનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપી હતી તેમજ રેલવે પરિવહન દ્વારા માલની હેરફેર વધારવા અને લોજિસ્ટિક ક્ષેત્રે રેલવેની ભૂમિકાને વધુ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો.  સામખિયાળી-પાલનપુર સેક્શનમાં શિવલખા ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ પર યોજનાની પ્રસ્તાવિત રકમ 200 કરોડ છે, જેમાંથી રેલવેથી સંબંધિત પર યોજનાના પડતર લગભગ 12.97 કરોડ છે, આશરે 150 એકર વિસ્તારમાં આ પ્રકલ્પ વિકસાવવામાં આવી રહ્યો છે, અહીં રેલવે વેગન ઉત્પાદન સાથે કન્ટેનર ટ્રાફિક માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવશે અને આર્થિક પ્રવૃત્તિઓને ઝડપી બનાવવાની સાથે લગભગ 2000 લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે. ડી.આર.એમ.એ સમીક્ષાઓ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વેળાએ એરિયા રેલવે મેનેજર હેમંતકુમારસિંઘ કદાનિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd