• મંગળવાર, 23 જુલાઈ, 2024

વાયનાડમાં પ્રિયંકા મેદાને

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી કેરળના વાયનાડ અને ઉત્તરપ્રદેશના રાયબરેલીથી લડયા હતા. બન્ને મતદાર ક્ષેત્રથી તેઓ ભારે મતોથી વિજયી થયા છે. બંધારણ અનુસાર એક બેઠક જાળવવાની હોવાથી રાહુલ ગાંધીએ કેરળની વાયનાડની બેઠક છોડવાનો નિર્ણય લીધો છે. રાયબરેલીના તેઓ સાંસદ રહેશે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડતાં કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને વાયનાડની પેટાચૂંટણી માટે ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. પેટાચૂંટણીમાં વિજયી થાય તો લોકસભામાં કોંગ્રેસ તેમને કઈ ભૂમિકા આપશે? વિપક્ષ નેતા બનશે? એવા અનેક પ્રશ્નો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. ગાંધી પરિવારના તેઓ ત્રીજા સભ્ય સંસદમાં હશે. એટલે કે એક ઘરના ત્રણ સભ્ય સાંસદ. પરિવારવાદનું સ્વરૂપ છે! ગાંધી પરિવાર અને દક્ષિણ ભારત જૂનું સમીકરણ છે. ઇન્દિરા ગાંધી 1978માં કર્ણાટકની ચિકમંગલૂરની લોકસભા બેઠકની પેટાચૂંટણી જીત્યાં હતાં. પછી 1980માં ઈન્દિરાજીએ આંધ્રના મેડક મતદાર ક્ષેત્રથી વિજય મેળવ્યો હતો. 1999માં સોનિયા ગાંધીએ પણ દક્ષિણમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1999માં કર્ણાટકના બે મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી લડયા હતાં અને બન્ને બેઠકથી વિજયી નિવડયાં પછી તેઓએ બેલ્લારી મતદાર ક્ષેત્રની બેઠક છોડી હતી. પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધા પછી બેઠક પરથી ભાજપ કોને ઉમેદવારી આપશે અંગે ઉત્સુક્તા છે. સ્મૃતિ ઈરાની વેળા અમેઠીથી કે.એલ. શર્મા સામે લોકસભાની ચૂંટણી હાર્યાં છે. 1999માં બેલ્લારીમાંથી સોનિયા ગાંધીના પદાર્પણના સમાચાર વહેતા થયા પછી ભાજપે બેઠક પરથી સુષમા સ્વરાજને ટિકિટ આપીને ચૂંટણી રંજક બનાવી હતી. બેઠક પર સુષમા સ્વરાજે સોનિયા ગાંધીને પડકાર આપ્યો હતો. સોનિયાને ચાર લાખ 14 હજાર મતો મળ્યા તો સુષમા સ્વરાજે સાડા ત્રણ લાખથી વધુ મતો મેળવ્યા હતા. સોનિયા ગાંધી ચૂંટણી 56 હજાર જેટલા મતોથી જીત્યાં હતાં. ચૂંટણી રાજનીતિમાં એન્ટ્રી કરનારી પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની ચોથી મહિલા અને 10મી સભ્ય બનશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ કોઈ પક્ષ નથી અને ગાંધી પરિવારનું વર્ચસ્વ છે. અહીં નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી દરમ્યાન પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી લડાવવા પક્ષમાંથી દબાણ થયું હતું, પરંતુ તેઓ દૂર રહ્યા. હવે પક્ષનો શાનદાર દેખાવ થયા પછી તેમને જીતનો આત્મવિશ્વાસ જાગ્યો હોઇ?શકે. પ્રિયંકા આમ તો લાંબા સમયથી સક્રિય રાજનીતિમાં છે. કોંગ્રેસી કાર્યકર્તા તેમને ચૂંટણી લડતાં જોવા ઉત્સુક છે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang