• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

મોસમના બદલતા મિજાજના જોખમી સંકેતો

જળવાયુ પરિવર્તનનું જોખમ હવે આખી દુનિયા ભીષણ ગરમીના સ્વરૂપમાં ત્રાહિમામ પોકારી રહી છે. અત્યાર સુધી જળવાયુ પરિવર્તનની મોસમના ચક્ર પર ગંભીર અસર પડશે એવી ભીતિ વ્યક્ત થતી હતી. હવે ભીતિ વાસ્તવમાં વધુ જોખમી સ્વરૂપે અનુભવાઇ રહી છે. આખી દુનિયામાં ભીષણ ગરમી જોખમની આલબેલ પોકારી રહી છે ત્યારે ભારતનો મોટો હિસ્સો તેની ચપેટમાં આવી ગયો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી વિગતો ભારતમાં ઉનાળાનો વધી રહેલો કહેર સ્પષ્ટ રીતે દર્શાવે છે. વર્ષે પહેલી માર્ચથી 18 જૂન સુધીના સમયગાળામાં દેશભરમાં ભારે ગરમી અને તાપને લીધે 114 જણનો ભોગ લેવાયો છે, તો બીજા 40,984 જણને હીટ સ્ટ્રોકની અસર થઇ હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ એકલા ઉત્તરપ્રદેશમાં લૂને લીધે 37 જણનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત બિહાર, રાજસ્થાન અને ઓરિસ્સામાં ભિષણ લૂને લીધે હીટ સ્ટ્રોકના કિસ્સા વધુ રહ્યા છે અને રાજ્યોમાં મરણાંક પણ ચિંતાજનક રહ્યો છે. આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ તમામ જિલ્લા હોસ્પિટલોને ખાસ લૂ વોર્ડ તૈયાર કરવાની સૂચના આપી છે. રાજધાની દિલ્હી સહિત સંખ્યાબંધ શહેરોમાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર થઇ ચૂક્યો છે. ભારત જેવીજ હાલત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, ભુતાન, થાઇલેન્ડ સહિત દક્ષિણ એશિયાના લગભગ તમામ દેશોની છે. વળી સામાન્ય રીતે ઠંઠા રહેતા યુરોપના દેશો ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના મોસમના ચક્રમાં ભારે પલટો અનુભવાઇ રહ્યો છે અને દેશોમાં ગરમી વધતી હોવાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. એન્ટાર્કટિકામાં ગ્લેશિયર ઝડપભેર પીઘળી રહ્યા છે. મોસમના બદલાતા રૌદ્ર મિજાજને લીધે ગરમીજન્ય બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યંy છે. વખતે મક્કામાં હજયાત્રા દરમ્યાન હવામાનનો પારો 57 ડિગ્રીને આંબી જતાં દસ હજારથી વધુ યાત્રાળુઓનાં મોત નીપજ્યાંના અહેવાલ સામે આવ્યા છે.    વળી વખતના કાળઝાળ ઉનાળા બાદ ચોમાસામં અતિવૃષ્ટીનું જોખમ પણ વધ્યું છે. ભારે વરસાદને લીધે ચોમાસું જળબંબોળ બની રહેશે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે. કમસોસમી પૂર અને તેને લગતી તારાજીનો આખી દુનિયા અનુભવ કરી ચૂકી છે. આવામાં શિયાળાની મોસમ ટૂંકી અને ઓછી ઠંડી બનવા લાગી છે. દુનિયાની કમનસીબી છે કે, જળવાયુ પરિવર્તનની આશંકા લાંબા સમયથી વ્યક્ત થઇ રહી હોવા છતાં પર્યાવરણનાં જતન પર માત્ર વાતો કરીને સમય વ્યતીત થઇ રહ્યો છે. હજી હમણા વિકસિત દેશોની જી-7ની બેઠક યોજાઇ, તેમાં પણ જળવાયુ પરિવર્તનની કોઇ નક્કર વાત થઇ હતી. આમ તો પેરિસના મોસમ સંબંધી કરાર મુજબ વિકસતા દેશોને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેનો ખર્ચ વિકસિત દેશોએ ભોગવવો એમ નક્કી થયું હોવા છતાં તે મોરચે પણ કોઇ પ્રગતિ થઇ શકી નથી. વિકસિત દેશો તેમની જવાબદારીને ટાળી રહ્યા હોય તેવી છાપ ઊભી થઇ ચૂકી છે. એક તરફ ભારત સહિતના તમામ વિકસતા દેશ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે દુનિયાના તમામ દેશ એક સાથે ધ્યાન આપે એવી હિમાયત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વિકસિત દેશો પોતાનું યોગદાન આપવામાં આનાકાની કરી રહ્યા છે. એક તરફ કાર્બન ઉત્સર્જનના વધતા જતાં જોખમની સામે તાકીદનાં પગલાં અનિવાર્ય બન્યાં છે, તેની સાથોસાથ દુનિયાભરના લોકોને હીટ સ્ટ્રોકની સામે રક્ષણ આપવાનો પડકાર આરોગ્ય-વિજ્ઞાનની સામે સતત વધી રહ્યો છે. મોસમ સંબંધી પડકાર અને પ્રતિકૂળતા હવે દુનિયાનો ઉંબરો ઓળંગીને વાસ્તવિક સ્વરૂપ લઇ ચૂક્યા છે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang