• સોમવાર, 22 જુલાઈ, 2024

કાશ્મીર માટે સારા સંકેત

કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની રહી હોવાની પ્રતીતિ કરાવતા એક મહત્ત્વના સંકેતમાં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળો માટેની ખાસ સત્તા ધારા (એએફએસપીએ)ને હટાવી લેવાની શક્યતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માટે વિચાર કરવાની હૈયાધારણ આપી છે. કાશ્મીરની ખીણ અને અન્ય અશાંત વિસ્તારોમાંથી લશ્કરી દળોને  હટાવીને સલામતી વ્યવસ્થા પોલીસને સોંપી દેવાની સાથોસાથ વિધાનસભાની ચૂંટણીઓ વહેલી તકે યોજવાનાં વચનનો કેન્દ્રીય ગૃહમંત્રીએ પુનરોચ્ચાર કર્યો છે. સરકારનું માનવું છે કે હવે કાશ્મીરની ખીણના વિસ્તારમાં આતંકવાદ મોટાભાગે કાબૂમાં આવી ગયો છે. આતંકી સંગઠનોને આર્થિક સહાયતા કરવાવાળા હવે  જેલમાં બંધ છે અને તેમની મિલકતો જપ્ત થઇ ચૂકી છે. સંખ્યાબંધ આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધને લીધે તેઓ નિક્રિય જેવાં થઇ ગયાં છે. એકતરફ ખીણમાં સ્થિતિ સુધરી રહી છે તો બીજીતરફ ત્યાં તૈનાત પોલીસ પણ સલામતી વ્યવસ્થા સંભાળવા વધુ સક્ષમ બની ચૂકી છે. સંદર્ભમાં એએફએસપીએ હટાવવાના કોઇપણ નિર્ણયથી કાશ્મીરમાં લોકોની અંદર વિશ્વાસ અને હકારાત્મકતા વધી શકશે. સાથોસાથ, આતંકવાદ નબળો પડયાની દુનિયાને પ્રતીતિ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે એએફએસપીએના અમલ હેઠળ સલામતી દળોને કોઇપણ શંકાના આધારે ધરપકડ, દરોડા અને ગોળી ચલાવવા સહિતની સત્તાઓ મળે છે. કાયદા તળે લશ્કરે ખીણમાં અત્યાચાર કર્યા હોવાના આરોપો પણ લાગતા રહે છે. બનાવટી અથડામણો, નાગરિકો લાપતા બન્યાના અને માનવ અધિકારોનાં ઉલ્લંઘનની થોકબંધ ફરિયાદો નોંધાયેલી છે. આમ તો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો રાજ્ય સરકારોનાં અધિકારક્ષેત્રમાં આવતો હોય છે, પણ એએફએસપીએ તળે સલામતી દળોની તૈનાતી થવાને લીધે રાજ્ય સરકારના અધિકારનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. એવી પણ છાપ ઊભી થતી રહી છે કે નાગરિક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવવા માટે લશ્કરી દળો તાલીમબદ્ધ નથી હોતાં. વળી, દળોની તૈનાતીથી પોલીસ દળો સ્વતંત્રતા સાથે કામ કરી શકતાં હોવાની લાગણી સતત વધી રહી છે. હાલના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસની લાગણી વધુ મજબૂત બનાવવાની તાતી જરૂરત છે. એએફએસપીએ હટાવી લેવાની કોઇપણ પહેલથી લોકોમાં સરકાર માટેની  કડવાશ દૂર થઇ શકે તેમ છે. સ્થાનિક યુવાનોને મુખ્યધારામાં લાવવાના પ્રયાસોને વધુ વેગ મળી શકે તેમ છે. કેન્દ્ર સરકાર હવે વિચારનો કેટલી ઝડપથી અમલ કરે છે, તે જોવાનું રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang