• શનિવાર, 27 જુલાઈ, 2024

રખડતાં ઢોરની સમસ્યા હવે જીવલેણ બને છે

રખડતાં ઢોર માટે ગુજરાતની વડી અદાલતના વારંવારના કડક નિરીક્ષણો છતાં સમસ્યા ઉકેલવા પ્રત્યે સુધરાઇ સત્તાવાળાઓની લાપરવાહીની મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. રાપરમાં ભૂંરાટા થયેલા આખલાએ એક વડીલનો જીવ લઇ લેતાં અરેરાટી ફેલાઇ છે. બનાવની ગંભીરતા વધારતી હકીકત પણ છે કે આખલાના તોફાનમાં નુકસાન તો થયું, સાથે લોકોને ઇજા પહોંચી છે. વાગડ જીવદયાનો વિસ્તાર છે. અહીં કચ્છની સૌથી મોટી પાંજરાપોળ સેવાની સરવાણી વહાવી રહી છે તેમ છતાં ગોઝારો બનાવ રાપરમાં બન્યો છે એટલું નહીં, નગરમાં અત્યાર સુધી સાત માનવ જિંદગી ઢારોના વાંકે મોતના મુખમાં ધકેલાઇ ચૂકી છે. સમસ્યા રાપર ઉપરાંત કચ્છના અને ગુજરાતના દરેક શહેર, નગરની છે. ગયા વર્ષે માર્ચમાં આદિપુરમાં આખલાની હડફેટે બાઇકચાલક યુવાને જીવ ગુમાવ્યો હતો. મુંદરામાં બે વર્ષ પહેલાં આખલાએ વૃદ્ધનું ઢીમ ઢાળી દીધું હતું, ભુજ-ભચાઉ-માંડવી-અંજારમાં આવા ગંભીર બનાવો સમયાંતરે નોંધાતા રહ્યા છે. અફસોસ વાતનો છે કે તંત્રના પેટનું પાણી નથી હાલતું. ગાંધીધામમાં તો ગયા વર્ષે વૃદ્ધનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ આખલાના માલિક અને પાલિકા સામે ફોજદારી સુદ્ધાં નોંધાવી હતી. અહીં સવાલ નગરપાલિકા કે તંત્રની ફરજચૂકનો છે. રખડતાં ઢોરથી ટ્રાફિકના પ્રશ્નો નથી ઉદ્ભવતા, નાગરિકોનાં જીવન સામે પણ જોખમ ઊભું થાય છે. ઘણીવાર આવા બનાવોમાં વિનાકારણ પરિવારનો આધાર છીનવાઇ જાય કે કુટુંબનો બોજ જેમના ખભે હોય એવી વ્યક્તિ વિકલાંગ બની જાય છે. શહેરની સુખાકારી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જવાબદાર ગણાય છે. તેની જવાબદારીઓમાં રખડતાં ઢોર નિયંત્રણ કરવાનો પણ સમાવેશ થાય છે. રખડતાં ઢોરને પકડી વાડામાં મૂકી દેવાય, છોડાવવા માટે પશુમાલિકને દંડ કરવાનીય જોગવાઇ છે, પરંતુ બધી પ્રક્રિયા ભાગ્યે થતી હોય છે. રસ્તાનાં કૂતરાઓ પણ જોખમરૂપ બનતા હોય છે. સુધરાઇની નિક્રિયતાને લીધે બાળકો, મહિલાઓ અને મોટેરાઓએ પણ ભય નીચે રહેવું પડે છે. સામી બાજુ નાગરિકોની જવાબદારી થાય છે. પશુપાલકો દૂધના વ્યવસાય માટે કે અંગત વપરાશ માટે ગાય-ભેંસ બાંધે, સવાર-સાંજ દૂધ દોહી લીધા પછી છૂટાં મૂકી દે છે. રખડતાં ઢોર સમસ્યા સર્જે છે. વલણ અસ્વીકાર્ય અને ચિંતાજનક છે. ગુજરાતની વડી અદાલતે સમયાંતરે કડક નિરીક્ષણ આપ્યાં છે. સરકારને નક્કર કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. જીવદયા કે ધાર્મિક કારણોસર ઢોરોને નીરણ કે ખાદ્ય સામગ્રી આપતા લોકોએ પણ કાર્યમાં ચીવટ રાખવી જોઇએ. એવી જાહેર જગ્યાએ નીરણ મૂકવું જોઇએ કે રખડતાં ઢોર જમા થાય. એક તરફ શહેરોમાં ભીડ વધી છે, રોજગારી માટે કે શિક્ષણ-આરોગ્ય જેવાં કારણોસર ગામડેથી શહેરમાં આવી વસનારા પરિવારોનો આંક ગુણોત્તરમાં વધતો રહ્યો છે. પરિણામે વાહનોની સંખ્યાએ વધી છે. બીજી તરફ ફૂટપાથ પર દબાણ-લારી ગલ્લાંને લીધે રાહદારીઓને ચાલવાની જગ્યા બચી નથી. રખડતા ઢોરની જીવલેણ બનતી સમસ્યા હવે જીવલેણ બની રહી છે. નગરપાલિકાઓ, પંચાયતો, પશુપાલકો, પોલીસ તંત્ર અને નાગરિકો સૌએ પોતાની ફરજ બજાવવા કટિબદ્ધ બનવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang