• શનિવાર, 27 જુલાઈ, 2024

મ્યાંમાર સીમા પર હવે નિયંત્રણ

ભારતે તેનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં સરહદ પારની અવરજવર પર નિયંત્રણો મૂકવાનું શરૂ કર્યું છે. સંદર્ભમાં મ્યાંમાર સાથેની સરહદેથી વગર કોઇ દસ્તાવેજે આવનજાવનની છૂટછાટ રદ કરી નાખી છે. 1643 કિલોમીટર લાંબી સરહદે કેન્દ્ર સરકારનું આવકારદાયક પગલું સલામતી માટે ભારે મહત્ત્વનું બની રહેશે. અત્યાર સુધી સરહદોની અંદર 16 કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકો મુક્ત રીતે આવ-જા કરી શકતા હતા, પણ તાજેતરમાં મણિપુરની હિંસાને લીધે આવી અવરજવરથી સલામતીની સાથોસાથ જાતિઓનાં વંશીય સમીકરણો ખોરવાઇ જતાં હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી ચૂકી છે. પડકારને પહોંચી વળવા માટે સરકારે મ્યાંમાર સાથે મુક્ત આવનજાવન વ્યવસ્થાનો અંત આણવાનો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદે કાંટાળી વાડ લગાવવાની જાહેરાત કરી, તેના બે દિવસની અંદર સરકારે સરહદે આવ-જાની છૂટછાટ બંધ કરી નાખી છે. હવે સરહદ પાર કરવા માટે નાગરિકોને વિઝા મેળવવાનું અનિવાર્ય બનશે, તેની સાથોસાથ આવનજાવન માટેના ચોક્કસ પોઇન્ટ પણ નક્કી કરાશે. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારત સરકારે પૂર્વોન્મુખ નીતિના ભાગરૂપે મ્યાંમાર સાથે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશને લગતી મ્યામાંરની સરહદે આવનજાવનની છૂટછાટ આપી હતી, પણ ખુલ્લી સરહદ ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આતંકવાદીઓની અવરજવર માટે સરળ બની રહી હોવાનું સામે આવી રહ્યંy છે.વળી, વિસ્તારમાં વસવાટ કરતા મૈતેઇ સમુદાય તેમની ઉપર સરહદ પારનાં અન્ય વંશીય જૂથો દ્વારા હુમલા થતા હોવાને લીધે મ્યાંમાર સાથેની સરહદે કાંટાળી વાડ લગાવવાની સતત માંગ કરી રહ્યો હતો. તેમનો આરોપ હતો કે, વાડ વગરની સરહદે કેફી દ્રવ્યોની ઘૂસણખોરી પણ વધી રહી છે. કેન્દ્ર સરકારનાં પગલાંના મિશ્ર પ્રત્યાઘાત સામે આવ્યા છે.  ખાસ તો ઇમ્ફાલ ખીણના વિસ્તારમાં કાર્યરત સામાજિક સંગઠનોએ આવનજાવનની છૂટ દૂર કરવાના અને કાંટાળી વાડ લગાવવાની જાહેરાતને આવકારીને કહ્યંy છે કે, આનાથી સરહદ પારથી કેફી દ્રવ્યો અને શસ્ત્રોની ઘૂસણખોરી અટકી શકશે. જો કે, નગા અને કુકી સમુદાય સાથે સંકળાયેલાં સંગઠનોએ સરકારનાં પગલાંનો વિરોધ કરીને તેનાથી સરહદની બન્ને બાજુએ વંશીય સંબંધો પર ગંભીર અસર પડશે એવો મત વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે, 2021માં મ્યાંમારમાં લશ્કરી બળવા બાદ ત્યાંની મોટી વસ્તી સરહદ પાર કરીને ભારતમાં આવી ગઇ છે. અહીં ગેરકાયદે રહેવાસીઓએ હવે કેફીદ્રવ્યો અને શસ્ત્રોની હેરાફેરીમાં હાથ અજમાવવો શરૂ કર્યો છે. વળી, ભારત મ્યાંમારથી રાહિંગ્યા શરણાર્થીઓના પ્રવાહથી પણ ત્રસ્ત છે. સમસ્યાને લીધે સરહદ પર મુક્ત અવરજવરની નીતિ સામે સવાલ ઊભા થવા લાગ્યા હતા. કેન્દ્ર સરકારનું પગલું મિશ્ર પ્રતિભાવો છતાં અસરકારક બની રહેશે એમ જણાઇ રહ્યંy છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang