• શનિવાર, 27 જુલાઈ, 2024

નીતીશ, હવે બોલ્યું પાળજો

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી પ્રસાર માધ્યમોને તેમણે સધિયારો આપ્યો છે કે, હવે કદી એનડીએ નહીં છોડે. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કાયમી દોસ્ત નથી હોતું. બિહારમાં નીતીશકુમારે વધુ એક વખત ઉક્તિ સાબિત કરી આપી છે. 17 મહિના અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા દળની સાથે સરકાર રચનારા નીતીશે એકાએક બધી અટકળોને કોરણે મૂક્તાં રાજદથી અલગ થઇને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સરકારના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. બિહારમાં ઝડપથી ઘટેલા રાજકીય ઘટનાક્રમે વિરોધ પક્ષોની એકતાના પ્રયાસોને મોટો ફટકો માર્યો છે અને લોકસભાની આગામી ચૂંટણીઓમાં એનડીએની શક્યતાને વધુ મજબૂત કરી છે. 17 મહિના અગાઉ રાજકીય મિત્રતાના સમીકરણો બદલતી વેળાએ નીતીશકુમારે કહ્યંy હતું કે, ભાજપનો સાથ લેવાનું તેમનું પગલું જીવનની સૌથી મોટી ભૂલ હતી. સાથોસાથ તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, હવે જીવ ચાલ્યો જાય તો પણ તેઓ ભાજપ સાથે બેસશે નહીં. ભાજપે પણ ત્યારે કહ્યંy હતું કે, નીતીશકુમાર અને તેમના જનતા દળ માટે તેના દરવાજા હંમેશની માટે હવે બંધ થયા છે. બંધ દરવાજા શનિવારે ખૂલી ગયા અને નીતીશે તેના સંકલ્પને વિસરીને વિપક્ષની ખીચડી કરતાં એનડીએની તાકાતમાં જોડાવાનું પસંદ કર્યું. વિપક્ષી છાવણીમાં રહીને દેશના વડાપ્રધાન બનવાનું સ્વપ્ન સાકાર થતું હોય તો ત્યાં રહેવાનો કોઇ અર્થ હોવાની લાગણીથી પ્રેરાઇને નીતીશે ભાજપની સાથે હાથ મિલાવવાનું પગલું લીધું હોવાનું ચર્ચાઇ રહ્યંy છે. હવે બિહારમાં લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠક જીતવાના લક્ષ્યને ભાજપ નીતીશની મદદથી સરળતાથી પાર પાડી લેશે એવી રાજકીય ગણતરી ઉપસી આવી છે. આમ તો જ્યારથી વિરોધ પક્ષોનાં જોડાણ ઈન્ડિયામાં નીતીશકુમારની સક્રિયતાથી ભાજપને બિહારમાં ચૂંટણીના ભાવિ અંગે ચિંતા જાગી હતી. જોડાણ નીતીશની પહેલ પર બન્યું હતું અને તે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપની સામે પડકાર ઊભો કરી શકે તેમ છે, પણ નવા રાજકીય સમીકરણોથી જોડાણ હવે નબળું પડશે એમાં કોઇ શંકા જણાતી નથી. ઇન્ડિયાનાં જોડાણમાં મમતા બેનર્જી અને કેજરીવાલ બેઠક ફાળવણીના મામલે વાંધો વ્યક્ત કરીને  એકલા ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરી ચૂક્યા છે. આમ હવે જોડાણ ધીરે ધીરે નામમાત્રનું બની રહેશે એમ જણાઇ રહ્યંy છે. નીતીશકુમારનો રાજદ સાથે કોઇ સીધો વાંધો સામે આવ્યો નથી.  જો કે, તેમણે એમ કહ્યંy કે, તેમના માણસો રાત-દિવસ મહેનત કરતા અને શ્રેય બીજા લઇ જતા હતા. માટે તેમના પક્ષમાં નારાજગી હતી, પણ હવે ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ સ્થિતિ સુધરશે એવી ખાતરી કદાચ તેમને પોતાને પણ નહીં હોય. બિહારમાં બહુ સારો વહીવટ અને ઉલ્લેખનીય પગલાં દ્વારા દેશભરમાં પોતાની છાપ ઊભી કરી શકેલા નીતીશના જનતા દળને વિધાનસભાની ગઇ ચૂંટણીઓમાં બહુ ઓછી બેઠક મળી હતી. હવે ભાજપ સાથે હાથ મિલાવીને તેઓ કેવો અને કેટલો રાજકીય લાભ મેળવી શકે છે તેના પર સૌની નજર રહેશે. વળી મિત્રો બદલતા રહેતા નીતીશની ભાજપ સાથેની દોસ્તી કેટલી ટકાઉ રહેશે તેના પર દેશની નજર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang