• મંગળવાર, 23 જુલાઈ, 2024

જીતના જશ્નમાં કાંગારુ ક્રિકેટર ભાન ભૂલ્યા માર્શે વિશ્વ કપ પર પગ મૂક્યા

નવી દિલ્હી, તા.20 : ઓસ્ટ્રેલિયાની ટીમ તેની રમત માટે જેટલી પ્રખ્યાત છે તેટલી જ તેમની વર્તણૂક માટે કુખ્યાત છે. વિશ્વ વિજેતા બન્યા બાદ કાંગારુ ખેલાડીઓ જીતના જશ્નમાં ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. જેમાં જોવા મળે છે કે કાંગારુ ક્રિકેટરો કેટલા ઘમંડી છે. આ તસવીર હોટેલના રૂમની છે અને તેમાં જોવા મળે છે કે મિચેલ માર્શ પોતાના બન્ને પગ વિશ્વ કપ ટ્રોફી પર રાખી આરામ ફરમાવી રહ્યો છે. આ તસવીરને ચાહકો સતત ટ્રોલ કરી રહ્યા છે અને અપમાનજક કહી રહ્યા છે. જો કે આ તસવીર અસલી છે કે નકલી તેની સત્તાવાર રીતે પુષ્ટિ મળતી નથી. કોઈપણ ખેલાડી કે ટીમ જયારે ટ્રોફી જીતે છે ત્યારે તેઓ તેને ચૂમતા હોય છે જ્યારે ઘમંડી કાંગારુ ક્રિકેટર તેના પર પગ રાખવાની ઘૃણાસ્પદ હરકત કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang