• બુધવાર, 18 નવેમ્બર, 2026

ઝિમ્બાબ્વેનો શ્રેણી વિજય : બીજા ટેસ્ટમાં અફઘાનિસ્તાનને પ7 રને હાર આપી

શારજાહ, તા.17: અફઘાનિસ્તાન સામેની બે ટેસ્ટની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો 1-0થી વિજય થયો છે. બીજી ટેસ્ટના આજે આખરી દિવસે ઝિમ્બાબ્વેનો રસાકસી પછી પ7 રને વિજય થયો હતો. 418 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાન ટીમ બીજા દાવમાં સઘર્ષ કરીને 360 રને ઓલઆઉટ થઇ હતી. અફઘાનિસ્તાન તરફથી આઠમા ક્રમના બેટધર નસીર ખાને 242 દડામાં 10 ચોકકાથી 101 રનની લડાયક અણનમ ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વેના પ્રથમ દાવમાં 339 રન સામે અફઘાનિસ્તાનના 217 રન થયા હતા. ઝિમ્બાબ્વેના બીજા દાવમાં 9 વિકેટે 29પ રન કરી દાવ ડિકલેર કર્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd