• બુધવાર, 18 નવેમ્બર, 2026

ક્વાડના મંચ પર પીએમ મોદીએ ઝૂકીને ઉઠાવ્યું તિરંગાનું માર્કર

મનીલા, તા. 17 : ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ક્વાડ નેતાઓના ફોટો સત્ર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી જોડાયેલી કેટલીક પળ જોવા મળી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ જમીન પર પડેલું ભારતીય ત્રિરંગાના રંગનું માર્કર ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂક્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ એક પ્રસંગ પર આગળ વધવાનું સૂચન પણ કર્યું હતું. ક્વાડ નેતાઓના સમૂહ તસવીર સત્ર વખતે પીએમની નજર જમીન પર પડેલા તિરંગા રંગના માર્કર પર પડી હતી. આ માર્કર ફોટો સેશન દરમ્યાન કવાડ નેતાઓના ઊભા રહેવાની જગ્યા સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ઝૂકીને તેને ઊઠાવ્યું હતું અને ખિસ્સામાં રાખી લીધુ હતું. અન્ય ક્વાડ નેતાઓ આ સમયે દંગ થઈને ભારતના પીએમને નિહાળી રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd