ભુજ, તા. 17 : મુંદરાના
મોટા કાંડાગરામાં ગત તા. 5/11ના ઓટલા પર ચા પીતા ત્રણ શ્રમિકોને પીકઅપ મેક્સે
હડફેટે લેતાં એકને અસ્થિભંગ અને એકને હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ગંભીર
અકસ્માત અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 5/11ના
સવારે મોટા કાંડાગરા આનંદ કોલોની આગળ આવેલી રજવાડી ચાની દુકાન આગળ ઓટલા ઉપર બેસી શ્રમિકો
ચા પી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવેલી સફેદ પીકઅપ મેક્સ નં. જીજે-39- ટીબી-1103વાળીએ
બધાને અડફેટે લેતાં ત્યાગી રામજિત પાસવાનને માથાં શરીરે ઈજા તથા પગમાં અસ્થિભંગ તેમજ
ધર્મેન્દ્ર અશોક ઠાકુરને સામાન્ય ઈજા તથા જલાલુદ્દીન સરાજુદ્દીન અંસારીને હેમરેજ જેવી
ગંભીર ઈજા પહોંચાડી ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી
તપાસ હાથ ધરી છે.