મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટે આયોજન કર્યું
ભુજ, તા. 17 : દિવાળી
પર્વ નિમિતે દિવ્યાંગ પરિવારોને તા.5 નવે.ના મીઠાઈ અને ફરસાણ વિતરણનો
કાર્યક્રમ મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. બિલેશ્વર મંદિર પાસે
મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ હોલ ખાતે કચ્છ અંધજન કલ્યાણ સમિતિના સહયોગથી આયોજિત
કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ જાદવજી વરસાણી, ઉપપ્રમુખ જીતુભાઈ
શાહની ઉપસ્થિતિમાં અધ્યક્ષસ્થાનેથી અશોકભાઈ સંઘવીએ સમિતિને 11 હજારનું
દાન આપ્યું હતું. અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશભાઈ મહેતા હાજર રહ્યા હતા. સમિતિના
સેવાકાર્યોની વિગતો ખજાનચી ફતુભા જાડેજાએ આપી હતી. મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ
વતી વિનોદભાઈ મહેતા, મધુકરભાઈ ઠક્કર, રશ્મિબેન શાહ, દીપસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.