મુંબઈથી આવેલા ડોકટરોએ શત્રક્રિયા કરી
બિદડા, તા. 17 : દિવાળીના
તહેવારોમાં બિદડા સર્વોદય ટ્રસ્ટે બાળકોની આંખોમાં દીપ પ્રગટાવ્યા હતા. જન્મથી જ આંખ
ત્રાંસી હોય તેવા બાળકો માટે ત્રાંસી આંખને સીધી કરી આપવા માટે બે દિવસ ત્રાંસી આંખ
શિબિર યોજાયો હતો. 28 બાળકોની આંખની તપાસણી કરવામાં આવી હતી અને તે પૈકી
જંબાળકોના આંખના ઓપરેશન અને ત્રણ બાળકોના બંને આંખના ઓપરેશન એવી રીતે 10 ઓપરેશન
કરાયા હતા. આ શિબિરમાં પાંચ વર્ષના બાળકથી માંડી 38 વર્ષની મહિલાની સંસ્થાનાં
અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ એવા એંકરવાલા આઈ ઓપરેશન થિયેટરમાં મુંબઈથી આવેલ નિષ્ણાત ત્રાંસી
આંખના સર્જન ડો. અતુલ શેઠ અને ડો.સૈયદ ફરાઝ હુસૈને આ જટીલ ઓપરેશન કર્યા હતા. નાના બાળકોને
ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવા એનેસ્થેટીક ડો. જેસી એલિઝાબેવ વેનલ અને ડો. મૃણાલ લેંગોટે
સેવા આપી હતી. સંસ્થાના આંખના ડો. વિરલ રાણા (આઈ સર્જન) પણ મદદરૂપ બન્યા હતા. ત્રાંસી
આંખનાં નિષ્ણાત સર્જન ડો. શેઠના જણાવ્યાં મુજબ એક આંખમાં ઉપર-નીચે તથા આંખની બન્ને
બાજુમાં કુલ ચાર સ્નાયુ હોય છે. આ સ્નાયુ નબળા થઈ ગયા હોય અથવા કામ કરતા ન હોય તો આ
સ્નાયુને જીવંત કરી સ્નાયુની હલચલ વધારી ત્રાંસી આંખને કેન્દ્રમાં ગોઠવવી પડે છે. આ
કઠીન ઓપરેશન ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવે છે. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું
કે,
આંખના ઓપરેશન તો ઘણી જગ્યાએ થાય છે પરંતુ ત્રાંસી આંખ જેવા જટિલ ઓપરેશન
વિનામૂલ્યે કચ્છમાં માત્ર બિદડા સર્વોદય ટ્રસ્ટમાં કરવામાં આવે છે. આ યોગદાન બદલ સ્થાનિક
ટ્રસ્ટીઓ શાંતિભાઈ વીરા અને ડો. મયુર મોતાએ ડોક્ટરોની સેવાને બિરદાવી હતી. શિબિરમાં
મોહન મહેશ્વરી, શંકર અદેપાલ, રાજેશ મહેશ્વરી
સતીષ મહેશ્વરી, મોહન પરમાર, અમુલ ગોર અને
નિતીન ગોરે વ્યવસ્થા જાળવી હતી.