• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સેન્ટનરને હાથમાં ફ્રેકચર : ભારત સાથેની ટેસ્ટ શ્રેણીની બહાર

વેલિંગ્ટન, તા.17 : ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી અગાઉ યજમાન ટીમ ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડયો છે. ટીમનો અનુભવી સ્પિન ઓલરાઉન્ડર મિચેલ સન્ટનર જમણા હાથના ફ્રેકચરને લીધે ટેસ્ટ શ્રેણીની બહાર થઇ ગયો છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી ગુરુવારથી શરૂ થઇ રહી છે. ન્યુઝીલેન્ડની મર્યાદિત ઓવર્સના કેપ્ટન મિચેલ સેન્ટનરને રવિવારે ભારત સામેની પાંચમા વન-ડે દરમિયાન બેટિંગ કરતી વખતે થઇ હતી. અર્શદીપસિંઘનો બાઉન્સર તેના જમણા હાથમાં લાગ્યો હતો. આ ઇજાને લીધે તે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. સેન્ટનર આગામી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં રમવું પણ શંકાસ્પદ બન્યું છે. સેન્ટનરની ગેરહાજરીમાં મોટાભાગે ગ્લેન ફિલિપ્સ ટેસ્ટ શ્રેણીમાં કિવિઝ માટે સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd