ભુજ, તા. 17 : ગત
તા. 6/10ના
ભુજમાં મારામારીના ગુનાના નાસતા-ફરતા બે આરોપી તથા કોડાય પોલીસના ચોરીના ગુનાના એક
આરોપી એમ ત્રણ આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલો ર્ફ્લો સ્કવોડે ઝડપી પાડયા છે. ગત તા.
6/10ના
મુસ્લિમ એજ્યુ. સ્કૂલ રોડ ઉપર ફરિયાદીએ ખરીદેલી એકસેસ ટુ-વ્હીલરનાં નાણાં આપી દીધાં
હોવા છતાં નાણાં બાકી હોવાનું કહી લોખંડની ટામી અને છૂટા હાથથી માર મારી છરી બતાવી
મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આરોપી મેમણ અબ્દુલગની અકબરઅલી અને મોસીન મામદ લાખા
(રહે. બન્ને ભુજ) વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. આ ઉપરાંત કોડાય પોલીસ મથકે
જાન્યુઆરી માસની શરૂઆતમાં જ કોજાચોરા સીમની પવનચક્કીમાં થયેલી ચોરીના ગુના તપાસમાં
સામે આવેલો આરોપી સાહિલ રફીક શેખ (રહે. ભુજ) એમ ત્રણે નાસતા ફરતા આરોપીને પેરોલ ર્ફ્લો
સ્કવોડે ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી.