• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કાલથી રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર સાથે મેદાને પડશે

વેલિંગ્ટન, તા. 17 : ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમ ચાર ઝડપી બોલર સાથે ઉતરશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે આજે પત્રકાર પરિષદમાં આ વાતનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત અનફિટ અને આઉટ ઓફ ફોર્મ વિકેટકીપર રિષભ પંત પર ભરોસો વ્યક્ત કરી તેનું ઇલેવનમાં સ્થાન નિશ્ચિત હોવાની પણ વાત કરી હતી. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ગુરુવારથી વેલિંગ્ટનમાં શરૂ થશે. કપ્તાન ગિલે કહ્યંy કે, અમારા યુવા ઝડપી બોલરોએ વન-ડે શ્રેણીમાં સારો દેખાવ કર્યે હતો. પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ભારતનો 3-1થી વિજય થયો હતો. ટેસ્ટ સિરીઝમાં અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સામેલ થયો છે. આથી ભારતની બોલિંગ લાઇનઅપ મજબૂત બની છે. ગિલે કહ્યંy, ઇલેવનમાં ચાર ઝડપી બોલર હશે, પણ હજુ નામ નક્કી થયાં નથી. બુમરાહ અને સિરાજ નિશ્ચિત છે. બાકીના બે સ્થાન માટે આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર અને ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી રેસમાં છે. ગિલે એમ પણ જણાવ્યું કે, ભારત સાત બેટર્સ સાથે ઉતરવાનો ઇરાદો ધરાવે છે. આથી ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને ઈલેવનમાં સ્થાન મળી શકે છે. પંતની ફિટનેસ પણ કપ્તાને કહ્યંy તે ફિટ છે અને મેદાનમાં ઉતરવા તૈયાર છે. કપ્તાન ગિલે એવી આશા વ્યક્ત કરી કે, જો ભારતીય ટીમ બન્ને ટેસ્ટ જીતવામાં સફળ રહેશે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની આશા જીવંત રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd