• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

અંજારની કિશોરી સાથે દુષ્કર્મ અંગે પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 17 : અંજારમાં રહેનાર એક કિશોરી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી બાદમાં તેની સાથે દુષ્કર્મ આચરાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અંજાર પોલીસ મથકે બનાવ અંગે ગુનો દર્જ કરાયો છે. ભુજનો સાહિલ કુંભાર નામનો શખ્સ અંજારની એક કિશોરી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યો હતો. કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં આ શખ્સ અંજાર આવી સફેદ રંગની ગાડીમાં કિશોરીને લઇ જઇ તેની ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગત તા. 13-11થી 16-11 દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd