આજે સીઓપીડી દિને ગેઇમ્સના તબીબની ધૂમ્રપાનથી દૂર
રહેવા સલાહ
ભુજ, તા. 17 : દર
વર્ષે 18 નવેમ્બરના
વિશ્વ સીઓપીડી (કાળો દમ) દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી
ડિસીઝ,
ફેફસાંનો લાંબા ગાળાનો રોગ છે,
જેમાં શ્વાસનળીઓ સાંકડી થવાથી શ્વાસ લેવામાં અવરોધ ઊભો કરે છે. ગેઈમ્સ
જી.કે. જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે વિશ્વ સીઓપીડી દિવસ નિમિતે
જણાવ્યું કે, આ બીમારી મોટાભાગે લાંબા સમય સુધી રહે છે અને દર્દીને
સતત સારવાર તથા નિયમિત ફોલોઅપની જરૂર પડે છે. હોસ્પિટલમાં દર મહિને આશરે 100 જેટલા
દર્દીઓ આ બીમારીની સારવાર લે છે.
આસિ. પ્રોફે. ડો. પાર્થ પટેલ અને ડો. ફોરમ રૂપારેલે
કે,
કાળો દમ થવાનાં મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુના
ધુમાડાનો સંપર્ક, હવાનું પ્રદૂષણ, રસોઈમાં
લાકડાં કે છાણાંના ધુમાડાનો લાંબા સમય સુધી સંપર્ક, ધૂળ અને રાસાયણિક
વાયુઓનો સમાવેશ થાય છે. ઉપરાંત લાંબા સમયથી ઉધરસ કે શ્વાસની તકલીફ હોય તો તેને ઉંમરની
સામાન્ય અસર ગણી અવગણવાને બદલે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ.
સીઓપીડીના બે પ્રકાર
સતત ઉધરસ, કફ, ચાલતી વખતે કે સીડી ચઢતા શ્વાસ ચઢવો, છાતીમાં જકડામણ
અને ઘરઘરાટી તેનાં મુખ્ય લક્ષણો છે. તેના મુખ્ય બે સ્વરૂપ છે: ક્રોનિક બ્રોન્કાઇટિસ,
જેમાં શ્વાસનળીઓમાં સોજો અને કફ થાય છે, જ્યારે
એમ્ફિસીમામાં ફેફસાંની હવાની કોથળીઓને નુકસાન પહોંચે છે. રોગ હળવાથી અત્યંત ગંભીર સ્વરૂપ
ધારણ કરી શકે છે.
યોગ્ય સારવારથી જીવનશૈલી સુધારી શકાય
સ્પાયરોમેટ્રી નામની શ્વાસની તપાસથી તેનું નિદાન
થઈ શકે છે. ઇન્હેલર, દવાઓ, જરૂરિયાત
મુજબ ઓક્સિજન, નિયમિત કસરત અને પલ્મોનરી રિહેબિલિટેશનથી રોગને
નિયંત્રણમાં રાખી શકાય છે. તબીબોએ ધૂમ્રપાન છોડવા સલાહ આપી હતી.