• બુધવાર, 18 નવેમ્બર, 2026

સાંઘીપુરમમાંથી રૂા. 2.50 લાખના કોલસાની ઉઠાંતરી કરનારો ટ્રકચાલક ઝડપાયો

ભુજ, તા. 17 : લખપત તાલુકાના સાંઘીપુરમમાંથી 30 કોલસા કિં. રૂા. 2,49,990ની ઉઠાંતરી થતાં પોલીસની મદદથી ટ્રકચાલક ઝડપાઈ ગયો હતો. આજે વાયોર પોલીસ મથકે અંબુજા (અદાણી) સિમેન્ટ કંપનીમાં સાંઘીપુરમ યુનિટમાં ગ્રાન્ડિંગ યુનિટના હેડ રાજેશકુમાર શ્રીરામવલી વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગ્રાન્ડિંગ યુનિટમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા કોલસાના ઢગલામાંથી તા. 1/11ના કંપનીના કોઈ જવાબદાર કર્મચારી - અધિકારીને જાણ કર્યા વિના આશરે 30 ટન કોલસો ટ્રક નં. જી. જે.-39-ટીએ-4640વાળીનો ચાલક લોડ કરી કાંટા ઉપર વજન કરાવ્યા વિના કાચા રસ્તાથી બારોબાર નીકળી ગયો હતો. આમ આશરે રૂા. 2,49,990ના કોલસાની ચોરી થઈ હતી. પોલીસની મદદથી તપાસ કરતાં ટ્રકનો ચાલક યોગેન્દ્રસિંહ શ્રીમનસિંહ યાદવ (રહે. ભડિયાદ, તા. મોરબી, હાલે બિહાર) હોવાનું ખુલ્યું હતું. વાયોર પોલીસે વાગોઠ ચેકપોસ્ટ પાસે તપાસણી દરમ્યાન તેને પકડી પાડયો હતો. આમ આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd