મુંબઈ, તા. 16 : બ્રિટનના ભાવિ રાજા અને રાણી
મુંબઈની ઐતિહાસિક ગલીઓમાં ઊતરે અને તેમની સાથે `િક્રકેટના ભગવાન' સચિન તેંડુલકર હોય, ત્યારે નજારો કેવો હોય? સોમવારે મુંબઈમાં કંઈક આવું જ અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. બ્રિટનના પ્રિન્સ
વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન પોતાના 3 દિવસના ભારત પ્રવાસની
શરૂઆતમાં જ શાહી પ્રોટોકોલથી દૂર મુંબઈની અસલી સ્ટ્રીટ લાઇફનો આનંદ માણતાં જોવા મળ્યા
હતા. `2026 અર્થશોટ પ્રાઇઝ'ના કાર્યક્રમ માટે ભારત આવેલા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સે પ્રવાસના પહેલા
જ દિવસે મુંબઈની સડકો પર ક્રિકેટ, કુલ્હડ ચા અને સ્ટ્રીટ ફૂડની
મજા માણી હતી. સોમવારે સવારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે ક્રિકેટ લિજેન્ડ સચિન
તેંડુલકર અને સ્કૂલનાં બાળકો સાથે મળીને મુંબઈમાં `ગલી
ક્રિકેટ'
રમી હતી. બેટ અને બોલ હાથમાં લઈને શાહી દંપતીએ યુવા ક્રિકેટરો સાથે ખૂબ
જ હળવાશથી રમતનો આનંદ માણ્યો હતો. સામાન્ય હાઈ-પ્રોફાઈલ પ્રવાસથી અલગ, સચિન તેંડુલકર શાહી દંપતીને મુંબઈના પ્રવાસી સ્થળો ઉપરાંત શહેરની અસલી સંસ્કૃતિનો
પરિચય કરાવવા લઈ ગયા હતા. ત્રણેય મુંબઈના ઐતિહાસિક બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સાથે
ફરતા જોવા મળ્યા હતા. તેઓ ભારતના સૌથી જૂના ફોટોગ્રાફી સ્ટુડિયો પૈકીના એક `હેમિલ્ટન
સ્ટુડિયોઝ'ની બહાર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન
તેમણે મુંબઈના લોકલ સ્ટ્રીટ ફૂડ અને `કુલ્હડ' ચાનો સ્વાદ પણ માણ્યો હતો. પ્રિન્સ વિલિયમ અને કેટનો મુંબઈ અને ક્રિકેટ સાથેનો
સંબંધ એક દાયકો જૂનો છે. આ પહેલાં એપ્રિલ 2016માં
જ્યારે તેઓ તેમના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે આવ્યા હતા, ત્યારે પણ તેમણે મુંબઈમાં સ્થાનિક બાળકો સાથે સ્ટ્રીટ ક્રિકેટ રમી હતી. પ્રિન્સેસ
કેટ મિડલટન માટે આ ભારત પ્રવાસ વ્યક્તિગત રીતે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 2024માં
પ્રિવેન્ટિવ કીમોથેરાપી કરાવ્યા બાદ આ તેમનો સૌથી મોટો અને હાઇ-પ્રોફાઇલ વિદેશ પ્રવાસ
છે.