• બુધવાર, 18 નવેમ્બર, 2026

કોહલીએ ટેસ્ટમાંથી વહેલી નિવૃત્તિ લઈ ભૂલ કરી : કપિલ દેવ

નવી દિલ્હી, તા. 16 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયની ટીકા કરી છે.  તેમના મતે કોહલીએ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહીને પોતાની કારકિર્દીની સૌથી મોટી ભૂલ કરી છે અને આગામી 10 વર્ષ બાદ તેમને આ નિર્ણય બદલ ચોક્કસ પસ્તાવો થશે. કપિલ દેવે કોહલીની અસાધારણ ફિટનેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોહલીની ફિટનેસ અન્ય કોઈપણ ખેલાડી કરતા ઘણી બહેતર છે. તે ફિટનેસના મામલે 25 વર્ષના યુવાન ક્રિકેટરને પણ પડકાર આપી શકે તેમ છે. ગુસ્સામાં આવીને નિવૃત્તિ લઈ લેવી યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ 12 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 123 ટેસ્ટ મેચોમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા હતા અને જાન્યુઆરી 2025માં સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટેસ્ટ રમી હતી. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોહલી હવે માત્ર વન-ડે ક્રિકેટમાં જ સક્રિય છે. ચાલુ વર્ષે વન-ડેમાં શાનદાર ફોર્મમાં રહેલો કોહલી (13 ઈનિંગ્સમાં 638 રન, 2 સદી) હવે 13 ડિસેમ્બરથી શ્રીલંકા સામે શરૂ થતી ત્રણ મેચની વનડે શ્રેણીમાં એક્શનમાં જોવા મળશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd