નવી દિલ્હી, તા. 16 : શારજાહ
ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં
ચોથા દિવસના અંતે ઝિમ્બાબ્વેએ પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. જીત માટે 418 રનના
વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમે બીજી ઈનિંગ્સમાં 44 ઓવરમાં
5 વિકેટે
143 રન
બનાવ્યા છે અને અંતિમ દિવસે તેને જીતવા માટે હજુ 275 રનની
જરૂર છે. આ અગાઉ ચોથા દિવસે ઝિમ્બાબ્વેએ પૂંછડિયા બેટ્સમેનોના
લડાયક પ્રદર્શનની મદદથી બીજી ઈનિંગ્સ 9 વિકેટે 295 રને
ડિકલેર કરી હતી. ગ્રીમ ક્રેમર અને બ્લાસિંગ મુઝરબાનીએ અડધી સદી ફટકારી નવમી વિકેટ માટે
90 રનની
મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. 418 રનના કપરા લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની
શરૂઆત નબળી રહી હતી અને માત્ર 42 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં બ્રેડ ઈવાન્સે 2 અને મુઝરબાનીએ 1 વિકેટ
ઝડપી હતી. ત્યારબાદ કેપ્ટન રહમત શાહ (30) અને હશમતુલ્લાહ શાહિદી (35)એ
ઈનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પિનર
ગ્રીમ ક્રેમર અને વિન્સેન્ટ માસેકેસાએ બંનેને પેવેલિયન પરત મોકલ્યા હતા. રમતના અંતે
અફસર ઝઝાઈ (અણનમ 20) અને ઈકરામ અલીખિલ (અણનમ 20) ક્રિઝ
પર છે.