• બુધવાર, 18 નવેમ્બર, 2026

કોહલી સાથેની મિત્રતા મને મોંઘી પડી : ફાફ ડુ પ્લેસિસે

નવી દિલ્હી, તા.16: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને વિરાટ કોહલી સાથે મિત્રતા મોંઘી પડી હોવાનો અનુભવ થઈ રહ્યો છે. તેણે રસપ્રદ ખુલાસો કરતાં જણાવ્યું કે, વિરાટ કોહલીએ જ તેને મોંઘીદાટ ઘડિયાળોની દુનિયાનો પરિચય કરાવ્યો અને ક્યારેય વિચાર્યું પણ નહોતું એવી ઘડિયાળો ખરીદવા માટે પ્રેરિત કર્યો હતો. ડુ પ્લેસિસે હળવા અંદાજમાં કહ્યું કે, મેં આ વાત વિરાટને પણ કહી છે અને જાહેરમાં પણ સ્વીકારી છે. મારા જીવનનો સૌથી મોંઘો સંબંધ તેની સાથે રહ્યો છે, કારણ કે તેણે મારી પાસે એવી ઘડિયાળો ખરીદાવી છે જે મારે ક્યારેય ખરીદવી જોઈતી નહોતી. કોહલીના પ્રભાવને કારણે હવે ઘડિયાળનો શોખીન બની ગયો હું. હવે દરેક વ્યક્તિ મને પૂછે છે કે તમે કોઈ ઘડિયાળ પાછળ આટલા બધા પૈસા કેવી રીતે ખર્ચી શકો?

Ram Katha

Vyapar Utsav

Panchang

dd