• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

પાક. સાઇબર ક્રાઇમ્સ એજન્સીએ રિઝવાન-ઇમામની પૂછપરછ કરી

લાહોર, તા.11 : ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અધવચ્ચેથી પડતા મુકાયેલા બે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન અને ઇમામ ઉલ હકને પાકિસ્તાનની નેશનલ સાઇબર ક્રાઇમ્સ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનસીસીઆઇએ) દ્રારા પૂછપરછ થઇ છે. આ બન્ને ખેલાડી એ સાત ખેલાડીમાં સામેલ છે જેમને લોર્ડસ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરૂધ્ધની કારમી હાર બાદ પાક. ટીમની બહાર કરી પરત મોકલી દેવામાં આવ્યા હતા. રિઝવાન અને હક ગુરુવારે એજન્સી સમક્ષ હાજર થયા હતા. તેમની એક કલાક સુધી પૂછપરછ થઇ હતી. જો કે એ સ્પષ્ટ થયું નથી કે કયા મામલે તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી. મામલો શિસ્તનો કે ફિક્સિંગનો હોય શકે છે. લોર્ડસ ટેસ્ટ દરમિયાન ઇમામ ઉલ હક ફિલ્ડીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. આ પછી બન્ને ઈનિંગ્સમાં તે બેટિંગથી દૂર રહ્યો હતો. મેચના અંતે તે નેટમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આથી તેની વતર્ણૂંક શંકાસ્પદ બની હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd