• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભારતીય મહિલા ટીમની નજર એશિયા કપના આઠમા ખિતાબ પર

દુબઇ, તા.11 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેનું વિજય અભિયાન ચાલુ રાખીને એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ટીમ સતત 10મી વખત એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. હવે હરમનપ્રિત કૌરની ટીમની નજર રેકોર્ડ આઠમા ખિતાબ પર છે. ભારત સામે ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેના બીજા સેમિ મેચની વિજેતા ટીમ રવિવારે ટકરાશે. સેમિ ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો બાંગલાદેશ વિરુદ્ધ 40 રને સરળ વિજય થયો હતો. સેમિ ફાઇનલની જીત બાદ ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ફાઇનલમાં અમારી વિરૂધ્ધ પાકિસ્તાન હોય કે શ્રીલંકા ટીમ હોય, કોઇ ફરક પડતો નથી. અમારૂ લક્ષ્ય એશિયા કપ જીતવો છે. જે માટે ટીમ ઉત્સાહિત અને આત્મવિશ્વાસથી ભરેલ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd