• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

જિલ્લાકક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં પાટીદાર કન્યાશાળાની છાત્રાઓનો સુંદર દેખાવ

ભુજ, તા. 1 : મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ખાતે જિલ્લાકક્ષાની બોક્સિંગ (બહેનો)ની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં પાટીદાર કન્યા વિદ્યાલય-ભુજની ધોરણ 9ની વિદ્યાર્થિની હેન્સી અજયભાઈ પટેલ (57-60 કિ.ગ્રા.)એ અન્ડર-17માં પ્રથમ ક્રમાંક તેમજ અન્ડર-19માં ધોરણ 11ની વિદ્યાર્થિની રિયા નરશીભાઈ પોકાર (70-74) અને ધોરણ 12ની વિદ્યાર્થિની અક્ષી ભાવેશભાઈ રામાણી (60-64 કિ.ગ્રા.)એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. માર્ગદર્શન અંકિતાબેન છાભૈયાએ આપ્યું હતું. શાળાના કન્વીનર અમૃતભાઈ પટેલ, સહકન્વીનર બાબુભાઈ રૂડાણી, શિક્ષણ સમિતિના સભ્યો, આચાર્યા યોગિતાબેન હાથી તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં. 

Panchang

dd