• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

મધ્ય-પૂર્વમાં કંઈક મોટું થવાનું છે ?

નવી દિલ્હી, તા. 1 : મધ્ય-પૂર્વમાં ફરી કંઈક મોટું થવાની આશંકા સેવાય છે. સતત વધતી તાણ વચ્ચે અમેરિકાએ મધ્ય-પૂર્વના અનેક દેશોમાં સ્થિત પોતાના દૂતાવાસોનાં માધ્યમથી પોતાના નાગરિકોને સુરક્ષા માટે સતર્ક રેહવા ચેતવણી આપી હતી. જોર્ડનની રાજધાની અમ્માન, ઈઝરાયલના જેરૂસલેમ અને ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસોએ સ્થિતિ બગડવાની આશંકા ધ્યાને લેતાં નાગરિકોને જરૂર પડયે તરત દેશ છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. અમેરિકી દૂતાવાસોએ નાગરિકોને પોતાની ઉડાનોની જાણકારી નિયમિત રીતે મેળવવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા જારી સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી હતી. જોર્ડનમાં અમેરિકી દૂતાવાસે તાજેતરમાં જ ઈરાની મિસાઈલ હુમલાઓનાં નિશાન બનેલા અમેરિકી સૈન્ય ઠેકાણાંઓથી દૂર રહેવાની નાગરિકોને સલાહ આપી હતી. ઈઝરાયલમાં રહેતા અમેરિકીઓને પોતાની નજીકનાં બોમ્બ શેલ્ટર્સની જાણકારી રાખવા અપીલ કરી હતી. જેરૂસલેમ સ્થિત અમેરિકી દૂતાવાસે એલર્ટમાં કહ્યું હતું કે, ઈરાનનો વ્યવહાર અણધાર્યો છે. ગમે ત્યારે હુમલા કરી શકે છે. 

Panchang

dd