ભુજ, તા. 1 : ચેક પરત ફરવાના કેસમાં માધાપર જૂનાવાસના આરોપી
નીપેશપુરી નિર્ભયપુરી ગોસ્વામીને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી
છે. આ કેસની ટૂંક વિગતો મુજબ નરેન હરેશભાઇ મિરાણી પાસેથી મિત્રતાના સંબંધે આરોપી નીપેશપુરી
નિર્ભયપુરી ગોસ્વામી (રહે. સનરાઇઝ સિટી, જૂનાવાસ, માધાપર)એ હાથઉછીના રૂપિયા
લીધા હતા. લેણી રકમ ચૂકવવા આરોપીએ ફરિયાદી નરેનને રૂા. ત્રણ લાખનો ચેક આપ્યો હતો. જે
પરત ફરતા દાખલ થયેલા કેસમાં ભુજના અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક
વર્ષની સાદી કેદ તથા વળતર પેટે રૂા. 3,35,100 ફરિયાદીને એક માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે તો વધુ
ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ કુલદીપ જીતેન્દ્રભાઇ મહેતા
હાજર રહ્યા હતા.