ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છ પોલીસની ડ્રગ્સ સામેની વિશેષ ઝુબંશે
તળે ગાંધીધામનાં બે સ્થળે દરોડો પાડીને રૂા. 88,693ના માદક પદાર્થના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. ગાંધીધામ એ ડિવિઝન
પોલીસની ટીમે શહેરના ખોડિયારનગર ઝૂંપડા વિસ્તારમાં આરોપી તુલસીભાઈ કરમશીભાઈ દેવીપૂજકના
કબજાનાં રહેણાક મકાનમાં દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન માદક પદાર્થ ગાંજો 0.936 કિં. રૂા. 46800, એક
મોબાઈલ સહિત કુલ રૂા. 51,800નો
મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં આરોપી તુલસીની ધરપકડ કરી હતી. આ ગુનામાં સામેલ અન્ય એવી બિહારી મહિલાને ઝડપી પાડવા સહિતની
દિશામાં તપાસ આરંભી છે. આ ઉપરાંત ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કાર્ગો પી.એસ.એલ. ચોક ગલી નં.3માં
આરોપી બિપિનસિંગ અર્જુનસિંગ રાજપૂત પોતાના કબજાની દુકાનમાં માદક પદાર્થનો જથ્થો વેચતો હોવાની બાતમીના આધારે
દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં ગાંજાનો 837.87 ગ્રામ કિં. રૂા.4 1893નો જથ્થો કબજે લેવાયો હતો. પોલીસે 10 હજારના મોબાઈલ ફોન સાથે આરોપી બિપિનસિંગની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે. પૂર્વ
કચ્છ પોલીસે વર્ષ 2025માં
જુદાં-જુદાં સ્થળેથી 36 એનડીપીએસના કેસો કરી 73 આરોપીને પકડી પાડયા હતા. તેમજ ગત તા. 1/1/2026થી 31/7/2026 સુધીમાં જુદી-જુદી શાખાઓ અને સ્થાનિક પોલીસ ટીમે એનડીપીએસના
બાવન કેસ કર્યા હતા,
જેમાં 90 આરોપીને
જેલ હવાલે કરાયા હતા. પૂર્વ કચ્છના જુદા-જુદા વિસ્તારમાં નશીલા માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ કે સેવનની ગેરકાયદેસર
પ્રવૃત્તિ કરાય, તો પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક મો. 99784 05690નો સંપર્ક
કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.