ગાંધીધામ, તા. 1 : રાપર તાલુકાના ગેડીમાં સામાન્ય બાબતે
બે પક્ષો વચ્ચે થયેલ મારામારી ના મામલે
સામાસામે ફરીયાદ નોંધાઈ હોવાનુ મામલો પોલીસ
દફતરે નોંધાયો હતો. મોટાવાસ વિસ્તારમાં ગઈકાલે
બપોરે 3.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટના અંગે ફરીયાદી કાંતિલાલ બાબુભાઈ પરમારે આરોપી વજાભાઈ બાઉભાઈ રાજપુત,વિક્રમ ભીખાભાઈ રાજપુત,રમેશ ભીખા રાજપુત,કૈલાશ અજાભાઈ રાજપુત,પ્રવિણ અજાભાઈ રાજપુત વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસસુત્રોએ જણાવ્યુ
હતુ કે ફરીયાદીના ભાઈ સુરેશે આરોપી વજાભાઈની
નાની દિકરી સાથે મોટર સાઈકલ ભટકાડી હોવાનુ મન દુ:ખ રાખીને ગેરકાયદેસર રીતે મંડળી રચી આરોપીઓએ ફરીયાદીને જાતિ અપમાનિત કરી ધરમાં અપપ્રવેશ કરીને ભુંડી ગાળો આપી હતી. આરોપીએ ફરીયાદી ઉપર
ધોકા વડે હુમલો કર્યો હતો.તેમજ ફરીયાદીના ભાઈ સુરેશને ધકબુશટનો મારીને જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.આ અંગે પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે. સામાપક્ષે ફરીયાદી વિક્રમભાઈ ભીખાભાઈ વાધાણી(રાજપુત)એ આરોપી સુરેશભાઈ બાઉભાઈ પરમાર,કાન્તિભાઈ બાઉભાઈ પરમાર,બાઉભાઈ કાંયાભાઈ પરમાર,
રામજીભાઈ ગેલાભાઈ પરમાર,દિનેશભાઈ છગનભાઈ પરમાર,રાધાભાઈ ગાંગાભાઈ પરમાર અને લગધીરભાઈ બાઉભાઈની પત્ની સહિત સાત જણ સામે ફરીયાદ નોંધાવી હતી.પોલીસે જણાવ્યુ હતુ
કે ફરીયાદીની કૌટમ્yબીક ભાણેજ અવનીબેનને આરોપીએ હડફેટે લીધી હતી. ફરીયાદી તથા સાહેદો આરોપી
સુરેશભાઈના ઘરે સમજાવવા ગયા હતા.દરમ્યાન ગેરકાયદેસર મંડળી રચી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને
ગાળો આપી એટ્રોસીટીનો કેસ કરવાનુ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત આરોપી સુરેશભાઈ બાઉભાઈ પરમાર વિરુધ્ધ મોટરસાઈકલ બેદરકારી પૂર્વક અને ગફલત સાથે પુરઝડપે ચલાવી અકસ્માત કર્યો હોવાના મામલે મોટર વાહન અધિનિયમ ની કલમો તળે વધુ એક ગુન્હો નોંધાયો હતો.