• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ખેડૂતની જમીન કંપની દ્વારા ખોટી રીતે પચાવી પડાયાનો આક્ષેપ

કુકમા, તા. 1 : ભુજ તાલુકાના લેર પાસે સ્થપાયેલા પારલે બિસ્કિટના એકમ સંકુલમાં  અનુસૂચિત જાતિના અરજદારની જમીન ખોટાં પાવરનામાંના આધારે પચાવી પાડવામાં આવી હોવાની રજૂઆત થતાં ઉદ્યોગ એકમના સંચાલકોની દોડધામ વધી ગઇ હતી. અરજદાર કુંવરબેન વણકરે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળનાં તંત્રની કથિત મદદગારીથી જમીન પચાવી પાડવામાં આવી છે અને બિનખેતી પણ કરી દેવામાં  આવી છે. તેમણે એવા આક્ષેપ કર્યા હતા કે, લેર ગામની જમીનના સર્વે નં. 101 જે ફાજલ હેતુ માટે ફાળવાઇ હતી, તેના ઉપર પારલે પ્રોડક્ટ લિ. કંપની દ્વારા તેમના પતિ કાનજી ખીમજી વણકારની પરવાનગી વગર બોગસ દસ્તાવેજ બનાવી ગેરરીતિ આચરવામાં આવી છે. તેમણે આ અંગે અત્યાર સુધીના તમામ પુરાવા રજૂ કરતાં આક્ષેપ સાથે જણાવ્યું કે, જમીન બાબતે બોગસ પાવરનામાં બનાવવામાં આવ્યાં છે. ખરેખર કાનજીભાઇનાં નામે એક જ ઠામ હતું, છતાં બે જમીનનાં પાવરનામાં કેમ બનાવવામાં આવ્યા છે એ તપાસનો વિષય છે. આ વિષયને લઇને પારલે કંપનીના જનરલ મેનેજર ધીરેન પુંડીરનો મોબાઇલ પર વારંવાર સંપર્ક કર્યો, તો જવાબ આપ્યો નહોતો અને કલેક્ટરને પૂછતાં તેમણે તપાસ કરાવવાની ખાતરી આપી હતી. 

Panchang

dd