• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

પોંખ નક્ષત્રથી નખત્રાણામાં ઘાસને જીવતદાન

છગનભાઈ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા.1 : તાલુકા પંથકમાં એક સપ્તાહ અગાઉ પુષ્ય નક્ષત્રના મધ્યાંતરે વરસેવા દોઢથી બે ઈંચ સચરાચર વરસાદથી સીમાડામાં વ્યાપક ઉગી નીકળેલા ઘાસને...છે. અડધાથી પોણા બે ઈંચે પોંખ નક્ષત્રના અંતિમ ચરણના બે દિવસ છે ત્યારે સચરાચર વરસાદ થતાં ખેતી માટે પણ સોના જેવો સાબીત થઈ શકે છે. જનજીવનમાં ખુશીનકી લહેર ફરી વળી છે.  ખાસ કરીને બપોરથી મંડાણ થયેલા વરસાદ સૌથી વધુ પોણા બે ઈંચ 43 સે.મી. વરસાદ થતાં નખત્રાણા આજુબાજુ નોંધાયાનું મામલતદાર કચેરીમાંથી સતાવાર માહિતી મળી હતી જ્યારે ધિણોધર, દેવીસર, અરલ સમગ્ર પટ્ટી, મથલ, કાદિયા, ખોંભડી, રસલિયરા, બેરૂ, મોસુણા, વ્યાર, રામપર, મંજલ, માધાપર, મંગવાણા, યક્ષ, પલીવાડ, અંગિયાચાવડકા, દેવીસર, સુખપર, મોટી વિરાણી, જતાવિરા, નાની બન્નીના સમગ્ર ગામોમાં વરસેલા વરસાદથી સીમાડામાં ઘાસચારાને તથા ખેતીવાડીના મોલ માટે આશીર્વાદરૂપ બન્યો છે. આવતા સોમવારે અશ્વલેષા (અંધો) નક્ષત્રનો આરંભ થયે આ નક્ષત્રમાં કચ્છમાં વરસાદ થવાની આશ બંધાઈ છે. - વિથોણ વિસ્તાર : વિથોણથી અમારા પ્રતિનિધિ શાંતીલાલ લિંબાણીના જણાવ્યા પ્રમાણે વરસાદનો બીજો રાઉન્ડ પંથકના વિથોણ ઉપરાંત ધાવડા, આણંદસર, મોરજર, ભડલી, રાણારા, થરાવડા વિગેરે વિસ્તારોમાં ખેતી ઉપયોગી વરસાદ પડયો હોવાનું ધાવડાના વિનોદભાઈ, સાંગનારાના જયંતીભાઈ લીંબાણી, દેવપરના ગંગારામ રૂડાણી, આણંદસરના જયંતીભાઈ વિથોણના વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું, બીજીબાજુ ધીમી ધારે પડેલા વરસાદને કારણે સિમાડામાં ઉગી નીકળેલા ઘાસને જીવતદાન મળતાં પશુઓ માટે સીમાડો પરોણાગતની ઘાસની જાજમ પાથરી છે. ખેતી પેદાશો ઉપયોગી વરસાદ વરસતાં ખેડુતો ખુશખુશાલ બન્યા છે. કપાસ, મગફળી ઉપરાંત દિવેલાના વાવેતર માટે અત્યારનો વરસાદ સોનામાં સુગંધ ભેળવી રહ્યો છે. પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, વાંઢ, રામેશ્વર, ખોધા, પખડા ડુંગર તથા સુખપર વિસ્તારમાં વરસાદ પડયળો હતો એવું વરસાદ માપક સાધન ધરરાવતા અદ્રેમાન સમેજાએ જણાવ્યું હતું. લોકો વાવણી માટે જોતરાશે તેવું પણ જાણવા મળ્યું છે. મંજલના વેપારી અબ્દુલ ખત્રીએ જણાવ્યું હતું કે, મંજલ, લક્ષ્મીપર વિસ્તારમાં ઝરમર છાંટા પડયા છે. - નાની બન્નીમાં પાણી : લૈયારીના ઐયુબ તુરપિયાએ જણાવ્યું હતું કે, આજે નાની બન્નીના લૈયારી, છારી, ફુલાય વિસ્તારમાં ખાડે ખડેમેં શુરકલા ભરાણા ભરાય આંગણામાં મતલબ ઝરમર વરસાદ વસ્યો વો. સરપંચ હુશેન ખલિફાએ કહ્યું કે, ગંધી પાસે વરસાદ પડયો હોવાના હેવાલ  આપ્યા હતા. મંગવાણાથી ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મંગવાણા, જીયાપર વિસ્તારમાં ઝરમર ઝરમર છાંટા પડયા હતા. ભડલી ગુલાબ મકવાણા (માજી સરપંચ)એ અડધો ઈંચ વરસાદ ભડલી, અકાદના, થરાવડાકોટડા, રારાણા વિસ્તારમાં વરસાદના વાવડ આપ્યા હતા. નેત્રના હારૂનભાઈ કુંભારે જણાવ્યું હતું કેસતત ધીમી ધારે છાંટા પડયા છે  

Panchang

dd