• મંગળવાર, 23 જૂન, 2026

ટુંડામાં યોજાઇ કન્યા શિક્ષણ હેતુ ક્રિકેટ સ્પર્ધા

મુંદરા, તા. 22 : મુંદરા તા.ના ટુંડા ખાતે ડઙક ક્રિકેટ ગ્રુપ દ્વારા રાજપૂત સમાજની ઓક્શન આધારિત  ક્ષત્રિય પ્રિમિયર લીગ 2026-સિઝન 3 ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં 12 ટીમ અને કરછના રાજપૂત ક્ષત્રિય સમાજના અંદાજે 200 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો.  રમતગમત દ્વારા યુવાનોને પ્રોત્સાહન, સમાજમાં એકતા તેમજ સમાજની ખેલપ્રતિભાઓને યોગ્ય મંચ પૂરો પાડવાના હેતુથી આયોજિત આ સ્પર્ધાની બચતની રકમ સમાજની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આયોજનને સફળ બનાવવા યોગદાન આપનાર દાતાઓ, ખેલાડીઓ, ટીમ માલિકો અને સમાજના તમામ શુભેછકોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો હતો. ટૂર્નામેન્ટના આયોજનની બચતની રકમનો રૂા. 4,53,000ની રકમનો ચેક ભુજ ખાતે એન.વી. જાડેજા કન્યા છાત્રાલયના ચેરપર્સન ચેતનાબા પી. જાડેજાને આયોજકોની ટીમના ભગીરથાસિંહ જાડેજા (ટુંડા), મહીપતાસિંહ જાડેજા (નવીનાળ), ક્રિપાલાસિંહ જાડેજા (નવીનાળ), મહીપતાસિંહ વાઘેલા (હિંગરિયા), ભરતાસિંહ જાડેજા (મોટા કાંડાગરા), અજયાસિંહ જાડેજા (તલવાણા)એ અર્પણ કર્યો હતો.

Panchang

dd