• મંગળવાર, 23 જૂન, 2026

વડોદરા રેલવે સ્ટેશને યાર્ડ રિમોડલિંગનાં કારણે કચ્છથી મુંબઈ જતી ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ

ગાંધીધામ, તા. 22 : વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચાલતાં રિડેવલપમેન્ટનાં કામનાં કારણે તેમજ સ્ટેશન યાર્ડ પ્લેટફોર્મની કેટલીક રેલવે લાઈન ઉપર કામનાં કારણે અનેક ટ્રેનોનાં આવાગમનને અસર પડશે. અનેક ટ્રેનોના સ્ટોપેજ બદલવામાં આવ્યા છે, તે પૈકી કચ્છથી મુંબઈ જતી ટ્રેનોના સ્ટોપેજમાં અસ્થાયી રીતે બદલાવ કરાયો છે. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 24 જૂનની ભુજ-બાન્દ્રા (09012), 25 જૂનની ગાંધીધામ-બાન્દ્રા (09 416), 27 અને 29 જૂનની ભુજ-બાન્દ્રા (09038), 29 જૂનની ભુજ-બાન્દ્રા (09010) અને 30 જૂન અને 1 જુલાઈની સયાજીનગરી એક્સપ્રેસ (20908 )  વડોદરાના બદલે વિશ્વામિત્રી સ્ટેશન ખાતે થોભશે. આ ઉપરાંત ભુજ તા. 29, તા. 30 અને તા. 1ના ભુજથી રવાના થનારી કચ્છ એક્સપ્રેસ (22956)ને વડોદરાના બદલે બાજવા સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયો છે.

Panchang

dd