રોટરડેમ, તા. 22 : એફઆઇએચ પ્રો લીગના
રોટરડેમ લેગની છેલ્લી મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમને મજબૂત નેધરલેન્ડ ટીમ વિરુદ્ધ
3-2 ગોલથી રોમાંચક વિજય થયો હતો. ભારતીય ટીમ હવે લંડન પહોંચશે.
જ્યાં મંગળવારે પહેલી ટક્કર પાકિસ્તાન વિરુદ્ધ થશે. એફઆઇએચ પ્રો લીગના વર્તમાન રાઉન્ડમાં
ભારતે ડચ ટીમ સામે બીજી જીત નોંધાવી છે. ભારત તરફથી 18મી મિનિટે જુગરાજસિંઘે ગોલ કર્યો હતો જ્યારે જરમનપ્રિત
સિંઘે 27મી અને મનદીપ સિંઘે પ6મી મિનિટે ગોલ કર્યા હતા. નેધરલેન્ડ તરફથી 19મી અને પ9મી
મિનિટે ગોલ થયા હતા. ભારતીય પુરુષ હોકી ટીમ એફઆઇએચ પ્રો લીગમાં હાલ પોઇન્ટ ટેબલ પર
છેક 8મા ક્રમે છે. જ્યારે પાકિસ્તાની ટીમ નવમા સ્થાને છે.
ભારતીય ટીમના 12 મેચ પછી 10 અંક
છે. પ્રારંભની મેચોમાં ખરાબ દેખાવ બાદ ભારતીય ટીમે હવે સફળ વાપસી કરી છે.